ડિનર અને સુવા વચ્ચે રાખો આટલું અંતર, વજન નહી વધે અને તંદુરસ્તી રહેશે બરકરાર
- રાત્રે જમ્યા બાદ હળવું ચાલો
- 1 કલાક બાદ જ સુવાનું રાખો
દરેક લોકો એમ કહેતા હોય છે કે રાત્રે ખાયને ક્યારેય સુઈ જવું ન જોઈએ કારણ કે સુઈ જવાથી વેઈટ વધતું જ જાય છે સાથે જ ડાયઆબિટીઝ જેવી સમસ્યાઓ થવા લાગે છે જેને લઈને અનેક લોકો મુંઝવણમાં છે કે શું રાત્રે જમ્યા બાદ ક્યારે સુવુ જોઈએ તો આજે આ વિશે કેટલીક વાત કરીશું
ઘણીવાર લોકો ઊંઘ ન આવવાની ફરિયાદ કરે છે, આવું એટલા માટે થાય છે કારણ કે તમે ભોજન મોડું કરો છો. આ શરીરના કુદરતી ચક્રને અસર કરે છે. રાત્રે સૂતી વખતે તમે બેચેની અનુભવો છો અને આ જ કારણ છે કે તમને લાંબા સમય સુધી ઊંઘ આવે છે.સતત મોડા ખાવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે, નિયમિત રાત્રિભોજન કરવાથી તમારું વજન વધે છે અને બ્લડ સુગર અનિયંત્રિત રહે છે. જેના કારણે બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે.
આપણે સૂવાના એક કલાક પહેલા ફોનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. સ્માર્ટફોનમાંથી આવતી વાદળી લાઇટ તમારી આંખો માટે તો ખરાબ છે જ, પરંતુ મગજ માટે પણ ખૂબ જ ખતરનાક છે. એટલા માટે સૂતા પહેલા ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂતા પહેલા બ્રશ કરો સવારે ઉઠ્યા પછી દરેક વ્યક્તિ બ્રશ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતી વખતે બ્રશ કરવું એટલું જ જરૂરી છે જેટલું સવારે.જો તમારે વજન ઓછું કરવું હોય તો સાંજે 7 વાગ્યા પછી ડિનર ન કરવું. કારણ કે રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ.