નવી દિલ્હી: કેન્યાના દરિયાકાંઠાના ક્વાલે વિસ્તારમાં એક નાનું વિમાન ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા રાષ્ટ્રીય અભયારણ્યના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં બાર લોકોના મોતની આશંકા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ડાયાની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિમી દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો. ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડેએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે ક્રેશ સ્થળ પર કામગીરી ચાલુ છે અને વધુ માહિતી પછીથી જાહેર કરવામાં આવશે.
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે વિમાનમાં 12 લોકો સવાર હતા અને અધિકારીઓ ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે.

