1. Home
  2. ગુજરાતી
  3. KGF Chapter 2 આઠ અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થશે
KGF Chapter 2 આઠ અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થશે

KGF Chapter 2 આઠ અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થશે

0
Social Share

મુંબઈઃ યશ સ્ટારર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ એ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ડાયરેક્ટર પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લોકો બ્લોકબસ્ટર કહી રહ્યા છે. એટલું જ નહીં, લોકોમાં આ ફિલ્મ જોવાનો એટલો ક્રેઝ છે કે થિયેટર હાઉસફુલ થઈ રહ્યા છે. દરમિયાન, OTT પ્લેટફોર્મ પર KGF 2 ની રજૂઆત માટે ચર્ચા ચાલી રહી છે.

KGF નો પહેલો ભાગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. હવે KGF ચેપ્ટર 2 પણ આ OTT પર રિલીઝ થશે. હા, ફિલ્મ OTT રિલીઝ માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, KGF 2 થિયેટરમાં રિલીઝ થયાના આઠ અઠવાડિયા પછી જ ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

OTT પ્લેટફોર્મ ઉપરાંત, ફિલ્મનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર પણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ટીવી પર પણ રિલીઝ થશે. ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ ‘ઝી’ને વેચી દેવામાં આવ્યા છે. આ ફિલ્મનું ટીવી પ્રીમિયર ઝી તમિલ, તેલુગુ અને કેરલમ પર થશે. તેનું હિન્દી વર્ઝન સોની મેક્સ પર રિલીઝ થશે. કેજીએફ-1 ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી અને લાંબા સમયથી દર્શકો કેજીએફ ચેપ્ટર-2ની રાહ જોતા હતા. જેનો અંત આવ્યો છે અને 14મી એપ્રિલના રોજ સિનેમાગૃહમાં રીલીઝ થઈ છે અને મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code