કિચન ટિપ્સઃ- સોજી-બટાકાની મસાલા પુરી બનાવવી હોય તો જોઈલો આ રીત, પુરી ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી
સાહિન મુલતાનીઃ-
પુરી તો આપણે દરેક પ્રકારની ખાધી હશએ પરંતુ આજે કંઈક ખાસ પુરી બનાવીશું જેનો ટેસ્ટ સ્પાઈસી હશે અને ખાવામાં એટલી સ્વાદિષ્ટ હશે કે બાળકો પણ ખાશે, આ સાથે જ તેમાં સોજી ઘઉંનો લોટ અને બટાકાનો ઉપયોગ કરવામાં આવશે તો ચાલો જોઈએ સોજી બટાકાની આ ક્રિસ્પી પુરી બનાવાની રીત
સામગ્રી
- 2 કપ – સોજી
- 1 કપ – ઘઉંનો લોટ
- 4 નંગ – બાફેલા બટાકા( બાફઈને છાલ કાઢીને 10 મિનિટ કોરો કરી લેવા)
- 2 ચમચી – ચીલી ફ્લેક્સ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડઘી ચમચી – હરદળ
- 1 ચમચી – જીરું
- અડધી ચમચી – અજમો
- 2 ચમચી – મેથીની લીલી અથવા સુકી ભાજી
- 4 ચમચી મોળ તેલનું
પુરી બનાવાની રીતઃ-
સૌ પ્રથમ સૌજીને એક બાઉલમાં લઈને તેમાં ગરમ પાણી નાખીને 20 મિનિટ રહેવાદો ,20 મિનિટ બાદ સોજીને હાથથી મસળી લો બરાબર મસળાય જાય એટલે તેમાં ઘઉંનો લોટ એચ કરીને ફરી મિકસ કરીલો
હવે આ મિશ્રણમાં બાફેલા બટાકાની છીણીને નાખીદો ત્યાર બાદ તેમાં તેલનું મોળ નાખીને બન્ને હાથ વડે બરાબર બધુ મિક્સ કરીલો
હવે તેમાં ચીલી ફ્લેક્સ, મીઠું, હરદળ, મેથીભાજી, જીરુ ,અજમો નાખીને કઠણ કણક તૈયાર કરીલો જો જરુર જણાણ તો થોડુ પાણી જરુરીયાત મુજબ એડ કરવું
હવે આ કણકમાંથી નાની નાની અને થોડી જાડી પુરીઓ વણીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ એકદમ ગરમ થવાદો ત્યાર બાદ આ પુરી તેલમાં નાખીને બન્ને બાજૂ ક્રિસ્પી થાય તે રીતે તળીલો
તૈયાર છે સોજી બટાકાની આ મસાલા પુરી