
કિચન ટિપ્સ – રવા-મેથી અને બટાકામાંથી બનતો એક સરસ મજાનો નાસ્તો, જાણીલો કઈ રીતે બને છે
સાહિન મુલતાનીઃ-
રવામાંથી અનેક પ્રકારના નાસ્તા બનતા હોય છે.આ સાથે જ બટાકાના પણ ઘણા નાસ્તા બને છએ,જો કે બાળકોને જો કઈ નથી ભાવતું તો ચે મેથીની ભાજી છે પ માજે આ ત્રણયેના મિશ્રણમાંથી એક સમસ મજાનો નાસ્તો બનાવાની રીત લઈને આવ્યા છે જે તમારા બાળકો હોંશે હોંશે ખાશે.
સામગ્રી
- 3 કપ – રવો
- 4 ચમચી – કોર્ન ફ્લોર
- 2 નંગ – બાફેલા બટાકા
- 1 કપ – જીણી મેથીની ભાજી સમારેલી
- 3 ચમચી – ચીલી ફ્લેક્સ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – જીરું
- 4 ચમચી – તેલ
- 2 ચમચી – ઓરેગાનો
- 4 ચમચી – જીણુ સમારેલું લસણ
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું લાલ કરીદો, હવે તેમાં લસણ એડ કરીને સાંતળીલો
હવે લસણ સંતળાય જાય એટલે તેમાં મેથીની ભાજી નાખીને 2 મિનિટ સાંતળીલો,
હવે તેમાં 4 કપ જેટલું પાણી નાખીને ઉકાળો, હવે આ પાણી ઉકળે એટલે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ નાખીને થોડી વાર પાણી ઉકાળો.
હવે આ ઉકળતા પાણીમાં રવો ઘીરે ઘીરે એડ કરતા જોવ રવો બધો એડ કરીદો અને તેને બરાબર પાણીમાં મિક્સ કરીને બાફઈલો, વધારે પાણી ન નાખવું કડક કણક તૈયાર થાય તેટલું જ પાણી નાખવું
હવે રવાના આ મિશ્રણને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે તેમાં બાફેલા બટાકા છીણીલો અને 4 ચમચી કોર્નફ્લોર પણ એડ કરીલો
હવે આ મિશ્રણને હાથ વડે બૂરાબર મિક્સ કરીદો, હવે એક અમૂલ દૂધની કોછળઈને ધોઈલો બરાબર
આ કોથળીને આગળથી બરાબર ખોલીને આ મિશ્રણલ ભરીદો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ બરાબર ગરમ થાય એટલે કોથળીને એક ખુણેથી કટ કરીલો
હવે તેલમાં આ ખુણામાંથઈ બદાવીને મિશ્રણ કાઢી નાના નાના ચોરસ ટૂકડાઓ સીધા તેલમાં પાડતા જાવ, બન્ને બાજૂ ક્રિસ્પી થાય તે રીતે તેને તળીલો
તૈયારથી મેથી સોજીના પોકેટ જેને ગ્રીન ચટણી અને સોસ સાથે ખાય શકાય છે.