કિચન ટિપ્સઃ- ભોજનમાં જો ભાત વધી ગયા હોય તો જોઈલો તેમાંથી રાયતું બનાવાની આ રીત
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે ઘણી વખત રાઈસ બચતા હોય છે કેટલીક ગૃહિણીઓ તેમાંથી અવનવી વાનગીઓ બનાવી દે છે પણ આજે ભાચતનું રાયતું બનાવવાની રીત જોઈશું જે હેલ્ધી પણ હશે અને ટેસ્ટી પણ જેને તમે આમ જ ખાય શકશો અને રોટી સાથે પણ તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ રાયતું.
સામગ્રીઃ-
- 1 વાટકો – બચેલા ભાત
- જેટલા ભાત તેટલું – દહીં
- 1 ચમચી – વાટેલું લસણ
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- અડધો વાટકો – છીણેલી કાકડી
- અડધી ચમચી – વાટેલી રાય
વઘારમાટે
- 2 ચમચી – તેલ
- જરુર પ્રમાણે – મીઠો લીમડો
- અડધી ચમચી – આખી રાય
- અડધી ચમચી – જીરુ
- 2 નંગ – સુકા લાલ મરચા
સૌ પ્રથમ એક તપેલીમાં ભાતમાં થોડુ પાણી નાખીને સ્ટિમ કરીલો જેથી ભાત વાસી હોય તો તે ગરમ થઈ જાય છે અને થોડા નરમ પણ થઈ જાય છે.
સૌ પ્રથમ એક બાઉલમાં ભાત લઈલો તેમાં છીણેલી કાકડી નાખો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર મિક્સ કરીલો
ત્યાર બાદ તેમાં વાટેલી રાય, લસણ પણ એડ કરીદો અને ચમચી વજે તેને બરાબર મિક્સ કરીલો
હવે એક વઘારીયું લો તેમાં તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં રાય ફોટો અને જીરુ લાલ કરો ત્યાર બાદ તેમાં કઢી લીમડો અને સુકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરો અને આ વધારને રાયતામાં એડ કરીને મિક્સ કરીલો
તૈયાર છે બચેલા ભાતનું રાયતું જે ખાવામાં ટેસ્ટી પણ છે.