1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ  ઢોકળા બનાવા છે તો જોઈલો રવાના આ સોફ્ટ ઢોકળા બનાવાની આ રેસિપી
કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ  ઢોકળા બનાવા છે તો જોઈલો રવાના આ સોફ્ટ ઢોકળા બનાવાની આ રેસિપી

કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ  ઢોકળા બનાવા છે તો જોઈલો રવાના આ સોફ્ટ ઢોકળા બનાવાની આ રેસિપી

0

સાહિન મુલતાનીઃ-

 રવો એવી વસ્તુ છે કે જેમાંથી સ્વિટથી લઈને તીખા નાસ્તા પુરી દરેક વાનગી બને છે પણ આજે રવાની એક એવી વાનગી બનાવતા શઈખીશું જે બનાવામાં તો સરળ છે જ સાથે ખાવામાં પણ ટેસ્ટી છે.જે તમે સવારના નાસ્તામાં અને સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો,

 સામગ્રી

  •  2 કપ – રવો
  • 1 કપ – દહીં ખાટ્ટું
  • 2 કપ – પાણી
  • 2 ચમચી – લીલા મરચાની અધકચરી વાટેલી પેસ્ટ
  • 1 ચમચી – આદુની અઝકચરી વાટેલી પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • પૈ – ચમચી મરીનો પાવડર
  • પા – ચમચી લાલ મરચું

 

સૌ પ્રથમ એક તપેલીમાં રવો પાણી અને દહીંને બરાબર મિક્સ કરીદો.

 બેટર થીક રાખવાનું છે,પાતળું ન થવું જોઈએ.

 હવે આ બેટરને ઢાંકણ વડે ઢાંકી ઓછામાં ઓછી 15 મિનિટ અને વધારે 2 કલાક સુધી રાખી દો. જો તમે બેટર વધુ ઘટ્ટ જણઆય તો જરુર પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો.

 હવે આ બેટરમાં મીઠું, આદુ મરચા અને સોડાખાર અથવા ઈનો નાખીને તેને બરાબર મિક્સ કરીદો

હવે એક તરફ ઢોકળાની કઢાઈ ગરમ કરવા રાખીદો, આ સાથે જ ઢોકળાની પ્લેટમાં તેલ ચોપડી દો જેથી ઢોકળા ચોંટે નહી.

 હવે આ પ્લેટમાં થોડા જાડા ઢોકળા બને તે રીતે પ્લેટમાં ખીરું પાછરી દો, હવે તેમાં પર મરીનો પારડર અને લાલ મરચું છાટી લો.

 હવે આ ઢોકળાની પ્લેટને કઢાઈ કે કુકરમાં રાખીને સ્ટિમ કરીદો,ઓછામાં ઓછી 10 થઈ 15 મિનિટ સ્ટિમ કરો.

 હવે કઢી લીમડો તેલ રાય અને જીરુંનો વધાર તેલમાં કતરીને ઢોકળા પર નાખી દો.તમે ઈચ્છો તો લીલા મરચા પણ સમારીને તેલમાં નાખી શકો છઓ તૈયાર છે રવાના ઈન્સ્ટન્ટ ઢોકળા

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.