
કિચન ટિપ્સઃ- ઝટપટ બનતી મેગીમાંથી બનાવો ચાઉમિનનો, જોઈલો આ પરફેક્ટ અને ઈઝી રીત
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈ ઝટપટ બનતી મેગી ખાવાનું પસંદ કરીએ છીએ તો કેટલાક લોકોને ચાઉમીન ખાવી ખૂબ પસંદ હોય છે પરંતુ જો તમારે મેગીમાંથી જ ચાઉમીન બનાવવી હોય તો આ રીત જોઈલો જે સૌથી ઈઝી પણ છે અને આ ચાઉમીન મેગી સ્વાદમાં જબરદસ્ત હશે
સામગ્રી
- 2 મેગીના – પેકેટ
- 2 ચમચી – છીણેલું કોબિઝ
- 2 ચમચી – ગાજર છીણેલું
- 2 ચમચી – કેપ્સિકમ મરચા જીણા સમારેલા
- 1 ચમચી – ગ્રીન ચીલી સોસ
- 1 ચમચી – રેડ ચીલી સોસ
- પા ચમચી – સોયાસોસ
- પા ચમચી – મરીનો પાવડર
- 1 ચમચી – જીણું કતરેલું લસણ
- 1 ચમચી – જીણુ કતરેલુ આદુ
- 1 ચમચી – સમારેલા લીલા તીખા મરચા
- 1 ડુંગળી – સમારેલી
- 2 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- થોડા જીણા સમારેલા લીલા ઘાણા
સૌ પ્રથમ મેગીને પાણીમાં બોઈલ કરીલો, બોઈલ કરતા વખતે પાણીમાં 1 ચમચી તેલ નાખો જેથી મેગી છુટ્ટી રહે,
હવે મેગી બોઈલ થઈ જાય એટલે તેને કાણાવાળા વાસણમાં ગાળીલો અને ઠંડી થવાદો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું, ડુંગળી,આદુ, લસણ અને લીલા મરચા નાખીને બરાબર સાંતળીલો.
હવે તેમાં કેપ્સિકમ મરચા,કોબિઝ અને ગાજર એડ કરીને 1 મિનિટ સાંતળી લો
હવે આ વેજીસમાં મરી પાવડર ,સ્વાદ પ્રમાણે મીઠું, સોયાસોસ , ગ્રીન ચીલી સોસ ,રેડ ચીલી સોસ નાખીને બરાબર મિક્સ કરીદો
ત્યાર બાદ તેમાં બોઈલ કરેલી મેગી એડ કરીને 2 મિનિટ સુધી સાતંળીલો હવે ઉપરથી લીલા ઘાણા વડે ગાર્નિશ કરીલો તૈયાર છે મેગી ચાઉમીન