
કિચન ટિપ્સઃ- શિયાળામાં આ રીતે બનાવો ખજૂર અને સાકરના લાડુ, ખાવામાં ભાવતા અને બનાવામાં પણ સરળ
સાહિન મુલતાનીઃ-
શિયાળામાં આપણે સૌ કોઈ ખજૂર પાક, અળદીયો પાક વગેરે ખાતા હોય છે. તો ાજે વાત કરીળું ખજૂર અને સાકરના સરસમજાના લાડુ બનાવાની જે બનાવામાં તો ઈઝી છે સાથે નાના મોટા સૌ કોઈને ભાવશે પણ.
સામગ્રી
- 500 ગ્રામ – બીયા કાઢેલી નરમ ખજૂર
- 200 ગ્રામ – સાકર ( અધકચરી દળીલેવી)
- 200 ગ્રામ – કોપરાની છીણ
- 200 ગ્રામ – દેશી ઘી
- 100 ગ્રામ – કાજૂના ટૂકડાઓ
સૌ પ્રથમ એક કઢાઈલો, તેમાં ઘી ગરમ કરીને ખજૂરને બરાબર શેકીલો, ખજૂર નરમ થાય ત્યા સુધી ઘીમાં ખજૂર સાંતળો.
હવે જ્યારે ખજૂર નરમ પડી જાય એટલે તેમાં સાકર એડ કરીદો અને બરાબર મિક્સ કરો
ત્યાર બાદ તેમાં કોપરાની છીણ અને કાડૂના ટૂકડાઓ એડ કરીને 2 મિનિટ સુધી ગરમ કરીલો.
હવે ગેસ બંધ કરીનો ખજૂર થોડા ઠંડા પડે ત્યારે તેના નાના નાના લાડવા બનાવીને એર ટાઈટ ડબ્બામાં ઠંડા થયા બાદ પેક કરીલો.તૈયાર છએ ખજૂર સાકરના લાડવા જે નાના મોટા સૌ કોઈને ભાવશે.