1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં બનાવો લીલામગના આ ભજીયા, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં તદ્દન સરળ
કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં બનાવો લીલામગના આ ભજીયા, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં તદ્દન સરળ

કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં બનાવો લીલામગના આ ભજીયા, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં તદ્દન સરળ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે વરસાદ પડે એટલે સૌ કોઈ ભજીયા અને દાળ વળાની ઘરમાં ડિમાન્ડ કરે, દાળવડા અને ભજીયા સૌ કોઈના ફેવરિટ હોય છે એમા પ ણજો બહાર વરસાદ વરસતો હોય અને ભજીયા મળી જાય તો તો મજા જ મજા, તો આજે બનાવીશુ લીલામગના દાળવડા, હવે તમે વિચારતા હશે ગ્રીન વડા, તો હા આ કોઈ કલરનાખીને નથી બનાવાના પણ મગને પલાળીને આ વડા બનાવવામાં આવે છે

સામગ્રી 

  • 4 કપ -મગ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 4 ચમચી – લીલા મરચા વાટેલા
  • 2 ચમચી – લસણ વાટેલું
  • 5 ચમચી – લીલા ઘાણા
  • અડધી ચમચી – જીરું
  • 2 કપ – કાંદા જીણા સમારેલા
  • 1 કપ – લીલા કાંદા જીણા સમારેલા
  • 1 ચમચી – વાટેલો ગરમ મસાલો

મગના ભજીયા બનાવવાની રીત –

  • સૌ પ્રથમ મગને આખી રાત પાણીમાં પલાળી દો ત્યાર બાદ સવારે તેને પાણીમાંથી બહાર કાઢીલો  અને મિક્સરમાં અઘકચરા ક્રશ કરીલો
  • હવે આ વાટેલા મગના મિશ્રણમાં મીઠૂં, જીરુ, લીલા કાંદા, સુકા કાંદા,લીલા ઘાણા, લીલા મરચા,લસણ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો.
  • હવે  એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો તેલ ગરમ થયા બાદ નાના નાના ભજીયાના શેપમાં તેને તળીલો
  • ઘ્યાન રાખો ગેસની ફ્લેમ ઘીમી રાખવી અને બન્ને બાજુ બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે તળવા
  • તૈયાર છે લીલા મગના ભજીયા જેને તળેલા મરચા સાથે સોસ સાથે સર્વ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code