
સાહિન મુલતાનીઃ-
વરસાદની સિઝનમાં આપણાને અવનવા નાસ્તા ખાવાનું મન થાય છે તેમાં પણ જો ગરમા ગરમ નાસ્તો અને તે પણ ઓછા તેલમાં અને વધુ વેજીટેબલ નાખીને બન્યો હોય તો આરોગ્ય માટે પણ સારો રહે છે, તો આજે રવા અને વેડીટેબલના ઉપયોગથી માત્રે 10 મિનિટમાં બની જાય તેવા અપ્પમ બનાવવાની રીત જોઈશું,જે સામાન્ય રીતે તમારા કિચનમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જશે ઓછો ખ્રચ અને ઓછી મહેનમાં ટેસ્ટિ નાસ્તો તૈયાર થઈ જશે.
અપ્પમ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ – રવો
- 1 કપ – છાસ
- 1 ચમચી – રાય
- 1 ચમચી – તલ
- 5 થી 8 નંગ – કઢી પત્તા જીણા સમારેલા
- 1નંગ – જીણી સમારેલી ડુંગળી
- 1 નંગ – જીણું સમારેલું ટામેટું
- 2 નંગ – લીલા મરચા જીણા કતરેલા
- અડઘુ કેપ્સિકમ ચરચું – જીણું સમારેલું
- એક નંગ ગાજર – જીણું સમારેલું
- સ્વાદ મુજબ – મીઠું
- અડધી ચમચી – ચીલી ફ્સેક્શ
- અડધી ચમચી – ઓરેગાનો
- જરુર પ્રમાણે તેલ
અપ્પમ બનાવાની રીતઃ-
સૌ પ્રથમ એક બાઉલમાં એક રવો લઈને તેમાં એક કપ છાશ નાખીને 15 મિનિટ સુધી રહેવાદો
હવે 15 મિનિટ બાદ જરુર પ્રમાણે પાણી એડ કરીને એક થોડુ ઘાટ્ટુ બેટર તૈયાર કરો
હવે એક તપેલીમાં તેલ લો અને તેમાં રાય ફોડીલો, હવે તેમાં તલ અને કઢી લીમડાના પત્તા નાખીને આ વધાર બેટરમાં મિક્સ કરીદો
હવે આ બેટરમાં લીલા મરચા, કેપ્સિકમ મરચા,ગાજર, ટામેટા,મીઠુ ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો મિક્સ કરીલો, અને બરાબર ચમચા વડે ફેરવીને થોડુ ઘટ્ટ થાય એ રીતે બેટર કરીલો
હવે અપ્પમની પ્લે લો. તેમાં દરેક બોક્સમાં થોડુ લાઈટ તેલ લગાવી લો, હવે આ પ્લેટમાં ચમચી વડે બેટર ભરી દો, બેટર થોડુ વધુ ભરવું જેથી અપ્પમ ગોળ બને
હવે ગેસ પર ઘીમી ફ્લેમ પર અપ્પમની પ્લેટ રાખીદો, 3 મિનિટ બાદ અપ્પમ પર ફરી થોડુ તેલ લગાવીને તેને બીજી તરફ ફેરવી ને ફરી 2 મિનિટ થવાદો, તૈયાર છે રવાના વેજિસ અપ્પમ, જેને તમે ટામેટા સોસ, ગ્રીન ચટણી સાથે અથવા તો કોપરાની ચટણી સાથે ખાઈ શકો છો