1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- બાળકોને ભૂખ લાગે ત્યારે ઝડપથી બનાવો આ વેજીસ પાસ્તા, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી
કિચન ટિપ્સઃ- બાળકોને ભૂખ લાગે ત્યારે ઝડપથી બનાવો આ વેજીસ પાસ્તા, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

કિચન ટિપ્સઃ- બાળકોને ભૂખ લાગે ત્યારે ઝડપથી બનાવો આ વેજીસ પાસ્તા, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

0

સાહિન મુલતાનીઃ-

 પાસ્તા દરેક રીતે બને છે,સોસ વાળા પાસ્તા ડ્રાય પાસ્તા પણ આજે તમને તદ્દન ઈઝી પાસ્તા બનાવાની રીત શીખવીશું જે મેગીની જેમ તને ઝટપટ બનાવી શકો છો, જેમાં વેજીટેબલ્સ પણ હશે જેથી ખાવામાં તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

 પાસ્તા બનાવા માટેની સમાગ્રી

  •  200 ગ્રામ  – પાસ્તા કોઈ પણ શેપના
  • 3 પેક્ટ – મેગીનો મસાલો
  • 3 ચમચી – તેલ
  • 1 ચમચી – જીરુ
  • 1 નંગ – લાંબી સમારેલી ડુંગળી
  • 1 નંગ – લાંબુ સમારેલું કેપ્સિકમ મરચું
  • 1 નંગ ગાજર – લાંબુ સમારેલું
  • 2 ચમચી જેયું – કોબિઝ સમારેલું
  • 1 ચમચી – ચિલી ફ્લેક્સ
  • 1 ચમચી – ઓરેગાનો
  • 2 ચમચી – માયોનિઝ ( ઓપ્શનલ છે)

 પાસ્તા બનાવાની રીત

 સૌ પ્રથમ એક મોટા વાસણમાં પાણી ગરમ કરો ,પાણી ગરમ થાય છે તેમાંમ પાસ્તા નાખીદો અને સ્વાદ અનુસાર મીઠું નાખી દો, અને 5 થી 8 મિનિટ પાસ્તાને બરાબર બાફીલો, પાસ્તા બફાય જાય એટલે તેને કાણાવાળા વાસણમાં નિતરતા રાખીદો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલમાં જીરું અને ડુંગળી સાંતળઈ લો, ત્યાર બાદ તેમાં કેપ્સિકમ મરચા, કોબીજ અને ગાજર એડ કરીને માયોનિઝ પણ એડ કરીદો હવે 2 મિનિટ થવાદો.

 2 મિનિટ બાદ તેમાં ચિલી ફ્લેક્સ ઓરેગાનો અને થોડુ સ્વાદ મુજબ મીઠું તથા પાસ્તા એડ કરીને બરાબર ફેરવી લો હવે તેમાં મેગી મલાસો એડ કરીને બરાબર પાસ્તામાં મિક્સ કરીદો, તૈયાર છે મેગી સ્ટાઈલ ઈન્સ્ટન્ટ પાસ્તા

LEAVE YOUR COMMENT

Your email address will not be published.