કિચન ટિપ્સઃ- તમારા બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ હેલ્ઘી બીટ પરાઠા, ટેસ્ટી પણ અને હેલ્ધી પણ
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈએ પરાઢા દરેક જાતના ખાધા હશે જે ખાવામાં ટેસ્ટી ઓીલી હોય છે જો કે આજે બાળકોના નાસ્તા માટે ખૂબ જ હેલ્ઘી પરાઠા બનાવાની રીત જોઈશું આ પરાઠા બીટના હશે જે ખાવામાં ટેસ્ટી દેખાવમાં લાલ રંગના આકર્ષક હશે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે.
સામગ્રી
- 3 કપ – ઘઉંનો લોટ
- 3 નંગ – બીટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – અધકચરું વાટેલું જીરું
- 1 ચમચી – વાટેલું લસણ
- 2 ચપટી – મીરીનો પાવડર
- થોડા – જીણા સમારેલા લીલા ઘાણા
- અડધી ચમચી – લીલા મરચાની પેસ્ટ
- તળવા માટે – તેલ
- મોણ માટે – 2 ચમચી તેલ
સૌ પ્રથમ બીટની છાલ કાઢીલો ,હવે તેને પાણી વડે ઘોઈલો ત્યાર બાદ નાના નાના ટૂકડાઓ સમારીલો , હવે બીટના આ ટૂકડાઓને મિક્સરમાં થોડુ પાણી નાખીને ક્રશ કરીલો, ધ્યાન રાખવું કે બીટના કટકા આખા ન રહેવા જોઈએ એકરસ બીટની પેસ્ટ તૈયાર કરીલો.
હવે એક મોટા લોટ બાંધવાના વાસણમાં લોટને ચારીલો.
હવે આ લોટમાં વાટેલા લીલા મરચા, સમારેલા લીલા ઘાણા , વાટેલું લસણ, મોણનું તેલ, લીલા ઘાણા, મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર હાથ વડે મિક્સ કરીલો
હવે આ લોટમાં જે બીટની પેસ્ટ બનાવી છે તે નાખતા જાઓ ્ને લોટ બાંધતા જાઓ જરુર હોય તેટલી પેસ્ટ નાખવી અને પેસ્ટ ઘટી જાય તો થોડું પાણી એડ કરી લેવું
હવે લોટને તેલ વાળઓ કરીને બરાબર લીસ્સો કરી લો
હવે આ લોટના નાના નાના પારઠા વણીલો, ત્યાર બાદ રોટલીની જેમ બટર કે તેલમાં બન્ને બાજુ પરાઢા પાકી જાય તે રીતે તળીલો તૈયાર છે ટેસ્ટી હેલ્ધી બીટના પરાઠા