1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે મગને વધુ સ્વાદિષ્ટ બનાવાવ માટે આ ટ્રિકને કરો ફોલો, મગ પણ લાગશે સ્વાદિષ્ટ
કિચન ટિપ્સઃ- હવે મગને વધુ સ્વાદિષ્ટ બનાવાવ માટે આ ટ્રિકને કરો ફોલો, મગ પણ લાગશે સ્વાદિષ્ટ

કિચન ટિપ્સઃ- હવે મગને વધુ સ્વાદિષ્ટ બનાવાવ માટે આ ટ્રિકને કરો ફોલો, મગ પણ લાગશે સ્વાદિષ્ટ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

મગ એક એવું કઠોળ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે જો કે મગનું શાક ઘણા લોકોને ભાવતું નથી હોતું પણ જો તમે કંઈક અલગ રીતે મગનું શાક બનાવશો તો ચોક્કસ નાના બાળકોથી લઈને મોટાઓને મગનું શાક ભઆવતું થી જશે, બસ તમારે શાક બનાવાની થોડી સ્ટાઈલ ચેન્જ કરવાની છે.

સામગ્રી

  • 2 કપ – બાફેલા મગ (મગને થોડા આખા રહે તે રીતે બાફવા)
  • 2 ચમચી – આદુ-લસણની પેસ્ટ
  • 2 ચમચી – લીલા મરચાની પેસ્ટ
  • 2 ચમચી – કાશ્મીરી રેડ ચીલી પાવડર
  • થોડા – લીલા ધાણા જીણા સમારેલા
  • 1 ચચમી – જીરુ
  • જરુર પ્રમાણે – હળદર
  • જરુર પ્રમાણે – મીઠું
  • 2 નંગ – જીણા સમારેલા ટામેટા
  • 1 નંગ – જીણી સનમારેલી ડુંગળી
  • અડધી ચમચી – ગરમ મસાલો
  • 4 મોટા ચમચા – તેલ

સૌ પ્રથમ  એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી અને જીરુ સાતળી લો, ડુંગળી બ્રાઉન થી જાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ અને સમારેલા ટામેટા એડ કરીને ઢાંકણ ઢાંકી 2 મિનિટ ગેસની ફ્લેમ ઘીરી કરીને રહેવા દો

હવે 2 મિનિટ બાદ તેમાં મીઠું, હરદળ, લાલ મરચું ,લીલા ધાણા નાખઈને બરાબર સાતળી લો, ત્યાર બાદ ફરી 1 મિનિટ ઢાકણ ઢાંકીને થવાદો હવે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખીને બરાબર મિક્સ કરીલો

ત્યાર બાદ મલાસો બરાબર કસી જાય એટલે તેમાં બાફેલા મગ આડ કરીને જરુર પ્રમાણે પાણી નાખી ગરમ મસાલો એડકરીને 10 મિનિટ સુધી મગને ઉકાળઈ લો તૈયાર છે એકદમ મસાલેદાર મગનું શાક જે સૌ કોઈને ભાવશે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code