1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે ફુલેવર અને વટાણાનું બનાવો ટેસ્ટી ગ્રીન શાક, ખાવામાં ખૂબ જ ટેસ્ટી
કિચન ટિપ્સઃ- હવે ફુલેવર અને વટાણાનું બનાવો ટેસ્ટી ગ્રીન શાક, ખાવામાં ખૂબ જ ટેસ્ટી

કિચન ટિપ્સઃ- હવે ફુલેવર અને વટાણાનું બનાવો ટેસ્ટી ગ્રીન શાક, ખાવામાં ખૂબ જ ટેસ્ટી

0

સાહિન મુલતાનીઃ-

આપણે શિયાળામાં અવનવા શાકભાજી બનાવતા હોય છે,શિયાળામાં શાકભાજી માર્કેટમાં પુષ્કર પ્રમાણમાં આવતા પણ હોય છે જેથી સબજીમાં વેરાયટી મળી રહે છે,તો આજે ફુલેવર અને વટાણાની ગ્રીન સબજી બનાવીશું જે બનાવામાં ઈઝી છે અને ખાવામાં ટેસ્ટી છે.

સામગ્રી

  • 1 નંગ મોટૂં ફુવેલર
  • 500 ગ્રામ વટાણા
  • 2 નંગ કેપ્સિકમ મરચા
  • 4 ચમચી લીલા મરચાની પેસ્
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • જરુર પ્રમાણે હરદળ
  • સ્વાદ પ્રમાણે મીઠુ
  • 1 ચમચી જીરુ
  • 4 ચમચી તેલ
  • 2 નંગ સમારેલા ટામેટા
  • થોડા લીલા ઘાણા

સૌ પ્રથન ફુલેવરના નાના નાના ટૂકડાો સમારીલો, દાંડા કાઢી નાખવા, તૈયાર બાદ વટાણાને છોલીને દાણા કાઢીલો, હવે ફુલેવરને 5 મિનિટ પાણીમાં બાફીલો અને વટાણાને 10 મિનિટ પાણીમાં બાફીલો હવે બન્નેને ચારણીમાં નિતારીલો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું લાલા કરો, હવે તેમાં કેપ્સિકમ મરચાની જીણા જીણા સમારીને સાંતળીલો, હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીને સાંતળો

ત્યાર બાદ તેમાં વટાણા ,ફુલેવર, હરદળ અને મીઠું પણ એડ કરીદો. હવે ગેસની ફઅલેમ ઘીમી કરીને આ શાકને 5 મિનિટ થવાદો વચ્ચે વચ્ચે શાક ફેરવતા રહેવું ,5 મિનિટ બાદ સમારેલા ટામેટા એડ કરીદો.

હવે ફરી શાક પર ઢાકણ ઢાકીને 10 મિનિટ શાકને થવાદો એટલે મલાસો સબજી માં બરાબર ચઢી જશે હવે શાક ફેરવીને ગેસ બંધ કરી ઉપરથી લીલા ઘાણા એડ કરીલો તૈયાર છે ગ્રીમ ફુલેવર વટાણાનું શાક

LEAVE YOUR COMMENT

Your email address will not be published.