
કિચન ટિપ્સઃ- હવે ચોખાના પનીરનું બનાવો સ્વાદિષ્ટ શાક, સાંભળીને નવાઈ લાગશે ચોખાનું પનીર? તો જોઈલો રેસિપી
- સાહિન મુલતાની-
આપણે સૌ કોઈ પનીરનું શાક ખાવાના શોખી છીએ, ઘણી વખત પનીર માર્કેટમાંથી લાવવાનું ભૂલી જઈએ છીએ ત્યારે આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ એ જાણીએ, પનીરની જગ્યાએ તમે ચોખાના લોટના ચોસલા પાડીને તેનું શાક બનાવી શકો છો તો ચાલો જાણીએ આ ચોખાના લોટનું શાક કઈ રીતે બને છે.
સામગ્રી ચોખાના પનીર બનાવા માટેની
1 વાટકો – ચોખાનો લોટ
2 વાટકા – ગરમ પાણી
સ્વાદ પ્રમાણે – મીઠુંસૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લઈલો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીદો, ત્યાર બાદ 2 વાટકા પાણીને બરાબર ગરમ કરો હવે આ ગરમ પાણી વડે ચોખાનો લોટ બાંધીલો, ચોખાના લોટને કડક કણક જેમ તૈયાર કરો, ત્યાર બાદ તેને ઢોકળાની પ્લેટમાં થાબડીને 15 મિનિટ સુધી વરાળ પર ઢોકળાની જેમ જ બાફીલો, હવે બફાઈ ગયા બાદ તેના ટૂકડાઓ પાડીલો.તૈયાર છે ચોખાનું પનીર
હવે ચોખાના પનીરનું શાક બનાવાની રીત જોઈએ
સામગ્રી
- 2 નંગ – ડુંગળી
- 1 નંગ – ટામેટું
- 2 ચમચી – આદુ-લસણની પેસ્ટ
- 6 થી 8 નંગ – કાજૂ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – હરદળ
- 2 ચમચી કાશ્નમીરી – લાલ મરચું
- 1 ચમચી – જીરું
- 2-2 નંગ – તજ,લવિંગ અમે મરી
- 4 ચમચા – તેલ
રીતઃ-
- સૌ પ્રથમ ડુંગળીને મિક્સમાં ક્રશ કરીલો, ત્યાર બાદ તેજ જારમાં ટામેટા અને કાજુ ક્રશ કરીલો બન્ને ને એલગ બાઉલમાં રાખીદો
- હવે એક કઢાઈમાં તેલ લો તેમાં ડુંગળીની પેસ્ટ જીરું અને આખો મસાલો સાંતળવા રાખી દો
- મસાલો સતળાય જાય એટલે તેમાં ટામેટા કાજૂની પ્યુરી એડ કરીને મીઠું, લાલમરચું અને હરગળ નાખઈદો
- હવે જ્યા સુધી તેમાં તેલ છૂટૂ ન પડે ત્યા સુધી તેને ઢાકીને થવાદો
- ત્યાર બાદ હવે તેમાં ચોખામાંથી જે પનીર બનાવ્યું છે તેના ટૂડકાઓ એડ કરીલો, હવે તેમાં 2 કપ જેટલું પાણી નાખીને 10 મિનિટ ઘીમા ગેસ પર થવાદો,
હવે લીલા ધાણા વડે ગાર્નમિશ કરોલ તૈયાર છે ચોખાના પનીરનું શાક