
શિયાળામાં કેળા ખાવાના ફાયદા અને નુકશાન અંગે જાણો…
શિયાળામાં ફળ ખાવા જોઈએ કે નહીં ખાસ કરીને કેળાને લઈને લોકો કંન્ફૂઝ રહેતા હોય છે. ઘણા લોકો એવા છે જે કહે છે કે શિયાળામાં કેળા ખાવાથી ખૂબ જ વધારે નુકશાન થાય છે. એવામાં પ્રશ્ન ઉભો થાય છે કે, શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? શું શિયાળામાં બાળકોને કેળા ખવડાવા જોઈએ કે નહીં? શિયાળામાં કેળા ખાવાથી ઉધરસ અને તાવ વધી શકે છે.
એક્સપર્ટ મુજબ, કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મોટા ભાગના લોકો શિયાળામાં કોળા ખાવાનું બંધ કરે છે. આવું કરવું બિલકુલ બરોબર નથી. કેળા ખાવાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. જો તમને કોઈ પણ પ્રકારની શરદી, ઉધરસ, એલર્જી કે ગળામાં, નાકમાં ઈન્ફેક્શન હોય તો બિલકુલ કેળા ખાશો નહીં.
રાતના સમયે ભુલથી પણ બાળકોને કેળા ખાવા આપશો નબીં. કેળા ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. એટલે તમે ગમે તે ઋતુમાં કેળા ખાઈ શકો છો. પરંતુ શરદી-ઉધરસ થઈ હોય તો ભૂલથી પણ કેળા નખાવા જોઈએ. આનાથી તમારી મુશ્કેલી વધે છે.
શિયાળામાં હ્રદયની બીમારી વધવાનો ખતરો રહે છે. હાઈ બીપીના દર્દીઓ શિયાળામાં કેળા ખાશે તો તેમના માટે સારૂ રહેશે. વાસ્તવમાં કેળામાં હાઈ ફાઈબર હોય છે જે હ્રદય સબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. ફાઈબરથી ભરપૂર કેળા હ્રદય સંબંધિત બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં હાજર પોટેશિયમ હ્રદયના ધબકારા અને બાઈ બીપીને નિયંત્રણ રાખે છે.