
શિયાળાની ઠંડકથી શરીરમાં આવે છે આળસ ,આ સહિત કરતળ અને સાંધા પણ દુખે છે તો આ ટિપ્સ છે તમારા કામની
શિયાળો આવતાની સાથે જ વધુ ઉમંરના લોકોથી લઈને નાની વયના લોકોને હાથ પગ દુખવા કે સાઘા દુખવાની ફરીયાદ થતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપચારથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
જો તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા માગો છો તો કસરતથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. દરરોજ કસરત કરવાથી ઓસ્ટીયોપોરોસિસના વિકાસમાં વિલંબ આવે છે. જે સાંધાનો દુખાવો થવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે.
જો તમને સાંઘામાં વધુ દુખાવો હોય તો તમે ગરમ કપડા વડે કે ગરમ પાણીની બેગ વડે શેક પણ લઈ શકો છો,આ સાથે જ નરમ જગ્યાએ બેસવાનું ટાળવું જોઈએ ડાર્ડ જગ્યાએ બેસવાથી કમરનો દુખાવો મટે છે
આ સાથે જ તમે ફિઝિયોથેરાપી અને એરોમાથેરાપી સાથે, એક્યુપંક્ચર એ ઘૂંટણની અથવા સાંધાનો દુખાવો ઘટાડવા અને સોજો ઘટાડવાનો બીજો મુખ્ય અસરકારક માર્ગ છે.
ઘૂંટણને સમગ્ર શરીરનું વજન ઉપાડવું પડે છે. જેના કારણે પીડા વધી શકે છે. તેથી વજન ઓછું કરવું પણ જરૂરી બને છે. સાથે જ સ્વસ્થ આહાર જેમ કે ફાયબર, વિટામીન ડી, કેલ્સિયમ વગેરેથી ભરપુર આહાર લાભદાયક નીવળી શકે છે.
ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપો અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરો. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો. એરોમાથેરાપી પણ ઘણા આવશ્યક તેલ સાથે કરવામાં આવે છે જે પીડા અને જડતાને ઘટાડે છે. આના માટે તમે જાણકારનો સંપર્ક કરી શકો છો.