1. Home
  2. ગુજરાતી
  3. ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા,અહીં જાણો
ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા,અહીં જાણો

ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા,અહીં જાણો

0
Social Share
  • રોજબરોજના જીવનમાં ઉપયોગ થતી Google Maps એપ  
  • નેટ વિના ફોન પર ગૂગલ મેપ્સનો કરો ઉપયોગ  
  • જાણો ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા

આપણે સૌ જાણીએ છીએ તેમ ગૂગલ મેપનો ઉપયોગ પોતાના લોકેશન સુધી પહોચવા માટે કરવામાં આવે છે.કેબ ડ્રાઈવરથી લઈને સામાન્ય માણસ સુધી સૌ કોઈ ગૂગલમેપ ના ઉપયોગથી પરીચિત છે. ત્યારે હવે તમે ગુગલ મેપ્સ પર ઑફ્લાઇન સર્ચ પણ કરી શકો છો. Google Maps ઑફલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તે માટેની અહીં એક સરળ પ્રક્રિયા છે. આ એપ iOS અને Android આમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Google Maps એ તમને ઑફલાઇન સર્ચ સુવિધા તમને ઇન્ટરનેટ વિના લોકેશન નેવિગેટ કરવાની મંજૂરી આપે છે. ખાસ કરીને આ ત્યારે ઉપયોગી છે જ્યારે કોઈ વિસ્તારમાં નેટવર્ક કવરેજ નબળું હોય.આ સુવિધા સાથે તમે ઑફલાઇન ઉપયોગ માટે નકશા પ્રી-ડાઉનલોડ પણ કરી શકો છો.Google Maps પર ઑફલાઇન નકશા કેવી રીતે ડાઉનલોડ કરવું તે માટેની અહીં એક સરળ પ્રક્રિયા છે.

સૌપ્રથમ Google Maps એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે. એકવાર તમારા ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ જાય,પછી આ નીચે વિગતોને જાણી લો.

ગુગલ મેપ્સ એપ્લિકેશનમાં જઈને સર્ચ બાર પર, તમે જે- તે જગ્યાના નકશા ડાઉનલોડ કરવા માંગો છો તે સ્થાનનો નકશા શોધો. અમે તમને જણાવી દઈએ કે, કોઈ ચોક્કસ સ્થાન દાખલ કરવાને બદલે, તમારે કોઈ મોટું સ્થળ અથવા શહેર શોધવાની જરૂર પડશે.તમારી મોબાઈલ સ્ક્રીનના તળિયે લોકેશનના નામ પર ટેપ કરવાથી એડ્રેસ ફૂલ સ્ક્રીન પર આવશે અને વધારાના વિકલ્પો ઓફર કરશે.તમારી મોબાઈલ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં, તમને ત્રણ બિંદુઓ દેખાશે, ત્યાં વધારાના વિકલ્પને તપાસવા માટે તેના પર ટેપ કરો.

ત્યારબાદ પોપ-અપ મેનૂમાંથી, ઑફલાઇન નકશાનો વિકલ્પ પસંદ કરીને તેને ડાઉનલોડ કરો.તમારે કયો વિસ્તાર ડાઉનલોડ કરવો છે તે પસંદ કરો અને ત્યારબાદ ગૂગલ મેપ્સ ડાઉનલોડ કરવાના નકશાનો ચોક્કસ વિસ્તાર બતાવશે.ત્યારપછી ડાઉનલોડ બટન દબાવો, ડાઉનલોડ સ્ક્રીન પર પ્રોગ્રેસ બાર બતાવવાનું શરૂ કરશે. એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી, તમે ડાઉનલોડ કરેલા નકશાને ઑફલાઇન ઍક્સેસ કરી શકો છો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code