1. Home
  2. ગુજરાતી
  3. દીપિકા-કરીનાને પાછળ છોડી કંગના રનૌત બનશે સીતા,અભિનેત્રીએ ખૂદ આ વાતની કરી પુષ્ટિ   
દીપિકા-કરીનાને પાછળ છોડી કંગના રનૌત બનશે સીતા,અભિનેત્રીએ ખૂદ આ વાતની કરી પુષ્ટિ   

દીપિકા-કરીનાને પાછળ છોડી કંગના રનૌત બનશે સીતા,અભિનેત્રીએ ખૂદ આ વાતની કરી પુષ્ટિ   

0
Social Share
  • કંગના રનૌતના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર
  • અભિનેત્રીએ ફેંસ સામે બીજી ખાસ ફિલ્મની કરી જાહેરાત
  • અભિનેત્રી હવે સીતા માનું પાત્ર ભજવતી જોવા મળશે 

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત લાંબા સમયથી તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. કંગનાની દરેક ફિલ્મ ચાહકોમાં ભારે ધૂમ મચાવી રહી છે.એવામાં, અભિનેત્રી આ દિવસોમાં તેની ફિલ્મ થલાઇવી વિશે ઘણી ચર્ચામાં છે. થલાઇવી માટે કંગનાના અભિનયના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.ત્યારે હવે અભિનેત્રીએ ચાહકો સામે પોતાની બીજી ખાસ ફિલ્મની જાહેરાત કરી છે

10 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મ ભલે કમાણીની બાબતમાં પાછળ રહી ગઈ હોય, પરંતુ કંગનાની એક્ટિંગે ચોક્કસપણે દરેકનું દિલ જીતી લીધું છે. એવામાં હવે તેના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી હવે સીતા માનું પાત્ર ભજવતી જોવા મળશે.

ખરેખર કંગના રનૌત સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ સીતા – ધ અવતારમાં જોવા મળશે. તાજેતરમાં જ કંગના રનૌતે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે.

કંગનાએ સોશિયલ મીડિયા પર ચાહકોને જાણ કરી છે કે,તે વિજેન્દ્ર પ્રસાદની આગામી ફિલ્મ સીતા – ધ ઇનકારનેશનનો ભાગ બનશે અને સીતાની ભૂમિકા પણ ભજવશે.

આ ફિલ્મ માટે સૌથી પહેલા દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું હતું. પરંતુ આ પછી, કરીના કપૂરનું નામ પણ હેડલાઇન્સમાં હતું, કરિના ફી અંગે પણ ખૂબ ટ્રોલ થઈ હતી. હવે જ્યારે કંગનાને તેના હાથમાં બીજી એક શાનદાર ફિલ્મ મળી છે, ત્યારે ચાહકો અત્યારથી જ ફિલ્મ માટે ઉત્સાહિત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code