
યુક્રેનના કીવમાં લોકડાઉન જાહેર કરાયું, રશિયાના હુમલામાં અત્યાર સુધી 100થી વધારે બાળકોના મોત
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોમાંથી ટેન્શન ઓછુ થવાનું નામ લેતુ, આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં 24 કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કોઈને રસ્તા ઉપર નહીં આવવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ કિવમાં આખી રાત બોમ્બ મારો ચાલુ રહ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર તા. 24મી ફેબ્રુઆરીથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં રશિયન સૈન્યની કાર્યવાહીમાં 103 બાળકોના મોત થયાં છે. જ્યારે 100થી વધારે બાળકોને ઈજા થઈ હતી. રશિયાના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, યુક્રેન પાસે એવા હથિયાર નહીં હોય જેનાથી રશિયાને ખતરો હોય. તેમણે વધુમાં કહ્યું કે, વાતચીત મુશ્કેલ છે અને યુક્રેનનું ન્યુટ્રલ સ્ટેટસ પર પણ ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યું છે. બીજી તરફ બ્રિટેનના ડિફેન્સ ઈન્ટેલિજેન્સએ કહ્યું કે, યુક્રેનની જમીન ઉપર ઉભા થયેલા પડકારોને દૂર કરવા માટે રશિયન સેના સંઘર્ષ કરી રહ્યું છે.
દરમિયાન યુક્રેનના સમર્થનમાં ત્રણ દેશ પોલેન્ડ, ચેર ગણરાજ્ય અને સ્લોવેનિયાના પીએમ યુક્રેન ગયા હતા. પોલેન્ડના પીએમએ કહ્યું હતું કે, રશિયા યુક્રેન ઉપર સતત હુમલા કરી રહ્યું છે. જેથી દુનિયા પોતાની સુરક્ષાની ભાવના ખોઈ બેઠા છે. યુદ્ધમાં અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામી રહ્યાં છે. તેમજ લોકો પોતાની સંપતિ અને ઘર ગુમાવી રહ્યાં છે. આ ત્રાસદીને રોકવા માટે અમે પુરી કોશિશ કરી રહ્યાં છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. બીજી તરફ યુક્રેને નાટોમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે.