1. Home
  2. ગુજરાતી
  3. એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી 105 રુપિયાનો વધારો
એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી 105 રુપિયાનો વધારો

એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી 105 રુપિયાનો વધારો

0
Social Share
  • આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો
  • 150 રુપિયાનો વધારો ઝિંકાયો

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી જોવા મળી રહી છે, પેટ્રોલ ડિઝલના ભાવ બાગ ગેસસિલિનિડરની કિમંતો પણ વધતી જઈ  રહી છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 1 માર્ચે એલપીજી સિલિન્ડરના નવા દરો  જારી કરાયા છે

આજરોજથી ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો  કરવામાં આવ્યો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે અને તે મોટા પ્રમાણમાં શક્ય છે કે 7 માર્ચ પછી ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ  શકે છે

ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબર 2021 થી ઘરેલુ એલપીજી સિલિન્ડર ન તો સસ્તા થયા છે કે ન તો મોંઘા થયા છે. જો કે આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગયા છે.

આ  સમાન સમયગાળા દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. ઓક્ટોબર 2021 થી 1 ફેબ્રુઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. નવેમ્બરમાં તે 2000 અને ડિસેમ્બરમાં 2101 રૂપિયા થઈ ગયો. આ પછી, જાન્યુઆરીમાં તે ફરીથી સસ્તું થયું અને ફેબ્રુઆરી 2022 માં તે સસ્તું થયું અને 1907 રૂપિયા પર પહોંચ્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code