1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. ભારતના આ શહેરમાં સૌથી પહેલા જોવા મળશે ચંદ્રગ્રહણ,જાણો સુતક કાળનો સમય 
ભારતના આ શહેરમાં સૌથી પહેલા જોવા મળશે ચંદ્રગ્રહણ,જાણો સુતક કાળનો સમય 

ભારતના આ શહેરમાં સૌથી પહેલા જોવા મળશે ચંદ્રગ્રહણ,જાણો સુતક કાળનો સમય 

0
Social Share

સૂર્યગ્રહણ બાદ હવે 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં પણ જોવા મળશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં સૌપ્રથમ વખત દેખાશે. ભારતમાં, આ ચંદ્રગ્રહણ પૂર્વના શહેરોમાં ચંદ્રોદય સાથે જ દેખાશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી અહીં પણ સુતક કાળના નિયમો લાગુ પડશે. ચંદ્રગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે.

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થઈ રહ્યું છે.જો કે આ ગ્રહણ બપોરે 01:32થી થશે,પરંતુ ભારતમાં આ ચંદ્રગ્રહણ સાંજે 5.20 કલાકે દેખાવાનું શરૂ થશે અને સાંજે 6.20 કલાકે સમાપ્ત થશે.તેના સુતકનો પ્રારંભ 08 નવેમ્બરે સવારે 09:21 કલાકે થશે.

આ ચંદ્રગ્રહણ ઉત્તર પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. ભારતમાં સંપૂર્ણ ગ્રહણ માત્ર પૂર્વીય ભાગોમાં જ દેખાશે, જ્યારે આંશિક ગ્રહણ ભારતના મોટાભાગના ભાગોમાં દેખાશે.કોલકાતા, પટના, સિલીગુડી, ઇટાનગર, રાંચી અને ગુવાહાટીમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code