ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. હરિદ્વારમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ધામીએ કહ્યું કે, મનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી હતી અને તેને ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ગઈકાલે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર થયેલી નાસભાગમાં આઠના મોત અને 30 ઇજાગ્રસ્ત થયા હતા.
ઉત્તરાખંડના હરિદ્વારમાં આજે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મુખ્ય મંદિર તરફ જતા રસ્તા પર ભાગદોડ મચી હતી. મંદિરની આસપાસ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી ત્યારે હાઇ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પડી જવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડ પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF સહિત અનેક બચાવ ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ નજર રાખવામાં આવી રહી છે.