Site icon Revoi.in

મહાકુંભઃ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ, પીએમ મોદી સીએમ યોગીના સતત સંપર્કમાં

Social Share

નવી દિલ્હીઃ PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે એક કલાકમાં બે વાર ફોન પર વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ઘટના પર સતત નજર રાખી રહ્યા છે . તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે.

પીએમ મોદીએ યુપીના સીએમ યોગી પાસેથી મહાકુંભ મેળાની સ્થિતિ વિશે માહિતી લીધી અને ઈજાગ્રસ્તો માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી . આ સાથે પીએમએ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પણ કહ્યું છે.

આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે . તેમણે યુપી સરકારને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે કરોડો ભક્તો મહાકુંભમાં પહોંચ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે સંગમ નાકે સ્નાન કરવા માટે લોકો ઉમટ્યા હતા જેથી કેટલીક મહિલાઓને શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી.

મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગઈ હતી. તરત જ એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને 25 થી 30 લોકોને મહાકુંભમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલ સહિત પ્રયાગરાજની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. મૌની અમાવસ્યા નિમિત્તે દેશ-વિદેશમાંથી કરોડો ભક્તો અમૃત સ્નાન કરવા આવ્યા છે. આ ભીડને નિયંત્રિત કરવા માટે, યુપી સરકારે 10 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટને જવાબદારી સોંપી છે. શ્રદ્ધાળુઓ આરામથી સ્નાન કરી શકે તે માટે પ્રયાગરાજ સરહદના વિસ્તારોમાં અધિકારીઓને સક્રિય કરવામાં આવ્યા છે.

Exit mobile version