રેસીપી, 29 જુલાઈ 2026: ચોમાસુ શરૂ થઇ ગયું છે, આ સીઝન મકાઈ ખાધા વગર અધૂરી છે, મકાઈ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સીઝનલ બીમારીઓ જલ્દીથી થતી નથી, તેથી તમે આ સીઝનમાં મકાઈ વધુમાં વધુ ખાઈ શકો છો, જો તમે મકાઈમાંથી કંઈક અલગ ટેસ્ટી રેસીપી બનાવવા માંગો છો તો મકાઈ મંચુરિયન બનાવી શકો છો.
મકાઈ મંચુરિયનમાં ઓછા સમયમાં ઓછી મહેનતે ઘરે જ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી બને છે, બાળકોથી લઇ વડીલો બધાને આ વાનગી ભાવશે.
મકાઈ મંચુરિયન રેસીપી
સામગ્રી
2 કપ સ્વીટ કોર્ન કર્નલ્સ
1/2 કપ મેંદો
1/4 કપ મકાઈનો લોટ + 2 ચમચી (સ્લરી માટે)
2 લીલા મરચાં (બારીક સમારેલા)
1 ચમચી લસણ (બારીક સમારેલા)
1 ચમચી આદુ (બારીક સમારેલા)
1 ડુંગળી (બારીક સમારેલી)
1 કેપ્સિકમ (બારીક સમારેલી)
1 ચમચી લીલા મરચાંની ચટણી
1 ચમચી લાલ મરચાંની ચટણી
1 ચમચી સોયા સોસ
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી કાળા મરી પાવડર
1/2 કપ પાણી
ઊંડા તળવા માટે તેલ
ડુંગળી (ગાર્નિશ માટે)
મકાઈ મંચુરિયન બનાવવાની રીત
સૌ પ્રથમ મકાઈના દાણાને છીણીમાંથી કાઢીને એક બાઉલમાં નાખો, મેંદો, મકાઈનો લોટ, બારીક સમારેલા લીલા મરચાં, મીઠું, કાળા મરી અને થોડું પાણી ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને નરમ કણક જેવું મિશ્રણ બનાવો.
તમારા હાથને ગ્રીસ કરો, મિશ્રણમાંથી નાના ગોળા બનાવો, અને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. કાઢીને બાજુ પર રાખો. એક પેનમાં તેલ ગરમ કરો. સમારેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરો. સુગંધ આવે ત્યાં સુધી થોડી સેકન્ડ માટે સાંતળો.
હવે સમારેલ ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. 2-3 મિનિટ માટે ઊંચી આંચ પર સાંતળો અને તેમને થોડા ક્રન્ચી રાખો. એમાં લીલા મરચાંની ચટણી, લાલ મરચાંની ચટણી, સોયા સોસ, મીઠું, કાળા મરી અને પાણી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને તેને એક મિનિટ માટે ઉકળવા દો.
હવે સલરી તૈયાર કરવા માટે 2 ચમચી મકાઈનો લોટ થોડા પાણીમાં મિક્સ કરો. તેને ગ્રેવીમાં ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
તળેલા મકાઈના ગોળા ગ્રેવીમાં ઉમેરો અને સારી રીતે કોટેડ થાય ત્યાં સુધી હલાવો, તાજા સમારેલા સ્પ્રિંગ ઓનિયનથી સજાવો અને ગરમાગરમ સર્વ કરો.


