Site icon Revoi.in

વાસી રોટલીનો કરો સ્વાદિષ્ટ ઉપયોગ, ઘરે જ બનાવો હેલ્થી વેજ રોલ્સ

Social Share

ઘણા ઘરોમાં ભોજન બાદ રોટલી કે ખોરાક વધે છે તો લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ કેટલીક સ્માર્ટ ગૃહિણીઓ વધેલા ખોરાકનો ઉપયોગ કરીને નવી અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અથવા જરૂરિયાતમંદ લોકોને આપે છે. ખાસ કરીને વાસી રોટલીને ફેંકવાની બદલે તમે તેના સ્વાદિષ્ટ વેજ રોલ્સ બનાવી શકો છો, જે ટેસ્ટી હોવા સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે.

વાસી રોટલી, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, પનીર, લીલી ચટણી / સોસ, ઓરેગાનો, મરચાંના ટુકડા, મીઠું, ઘી અથવા માખણ

સૌપ્રથમ ડુંગળી અને લીલા મરચાં કાપી લો, ગાજર છીણી લો. એક બાઉલમાં આ શાકભાજી સાથે પનીરના ટુકડા, ઓરેગાનો, લીલી ચટણી, મરચાંના ટુકડા અને મીઠું મિક્સ કરો.  નોન-સ્ટિક પેન પર થોડું ઘી અથવા માખણ ગરમ કરીને વાસી રોટલીને બંને બાજુથી શેકો. રોટલી પર લીલી ચટણી અથવા સોસ લગાવો અને તૈયાર મિશ્રણ ફેલાવો.  તેને રોલની જેમ વાળી દો – તૈયાર થઈ જશે સ્વાદિષ્ટ વેજ રોલ.

આ રોલ્સ બાળકોને પણ ખુબ પસંદ આવશે અને મોટા લોકો માટે પણ હેલ્થી નાસ્તાનો પરફેક્ટ ઓપ્શન છે. આ રીતે વધેલી રોટલી ફેંકવાની જરૂર નહીં પડે અને તેનો ટુક સમયમાં સ્વાદિષ્ટ ઉપયોગ કરી શકાશે.