રેસીપી, 26 એપ્રિલ 2026: શું તમે સવારના નાસ્તામાં કે સાંજના સ્નેક્સમાં કંઈક હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ખાવા માંગો છો? તો ટ્રાય કરો આ હાઈ-પ્રોટીન રાગી દાળ ભાખરવડી. રાગી અને ત્રણ પ્રકારની દાળના મિશ્રણથી બનેલી આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
બાળકો જો દાળ ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ છે, આ ઉપરાંત તે હેલ્ધી છે અને વજન ઘટાડવા (Weight Loss) માટે આ એક બેસ્ટ ગિલ્ટ-ફ્રી ઓપ્શન છે. અહીં જાણો પૌષ્ટિક હાઈ પ્રોટીન રાગી દાળ ભાખરવડી રેસીપી
હાઈ પ્રોટીન રાગી દાળ ભાખરવડી રેસીપી
લોટ બાંધવા માટે સામગ્રી
½ કપ ઘઉં
½ કપ રાગીનો લોટ
મીઠું
2 ચમચી તેલ
ગરમ પાણી
સ્ટફિંગ માટે સામગ્રી
¼ કપ તુવેર
½ કપ ચણા
¼ કપ મગની દાળ (પલાળેલી)
લસણ
લીલા મરચાં
આદુ
મીઠું
1 ચમચી હળદર
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી જીરું
ચપટી હિંગ
વઘાર માટે સામગ્રી
તેલ
જીરું
રાઈ
લીલા મરચાં
મીઠો લીમડો
તલ
1 ચમચી ખાંડ
મીઠું
કોથમીર
હાઈ પ્રોટીન રાગી દાળ ભાખરવડી બનાવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ રાગીનો લોટ લો. તેમાં મીઠું અને ૨ ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. હવે ગરમ પાણીની મદદથી નરમ લોટ બાંધી લો અને તેને 10 મિનિટ રેસ્ટ આપો.
સ્ટફિંગ માટે પલાળેલી તુવેર દાળ, ચણા દાળ અને મગ દાળને મિક્સર જારમાં લો. તેમાં લસણ, લીલા મરચાં, આદુ, હિંગ, મીઠું, હળદર, ગરમ મસાલો અને જીરું ઉમેરી કરકરી પેસ્ટ બનાવી લો (પાણી નાખ્યા વગર).
બાઈટ્સ તૈયાર કરવા માટે રાગીના લોટમાંથી નાની પૂરી વણી લો. તેની વચ્ચે 2 ચમચી દાળનું સ્ટફિંગ મૂકો. તેને અડધા ચંદ્ર આકારમાં વાળી લો.
આ ભાખરવડીને સ્ટીમરમાં મૂકી 15 મિનિટ માટે મીડિયમ આંચ પર બાફી લો. ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી લો.
વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો અને તલનો વઘાર કરો.
તેમાં તૈયાર કરેલા રાગી ભાખરવડી ઉમેરો. ઉપરથી સ્વાદ મુજબ ખાંડ, મીઠું અને લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરો એટલે તમારી હાઈ પ્રોટીન રાગી દાળ ભાખરવડી તૈયાર છે.


