1. Home
  2. ગુજરાતી
  3. આ રીતે ઘરે જ બનાવો કાજલ,આંખોની સુંદરતામાં લગાવશે ચાર ચાંદ
આ રીતે ઘરે જ બનાવો કાજલ,આંખોની સુંદરતામાં લગાવશે ચાર ચાંદ

આ રીતે ઘરે જ બનાવો કાજલ,આંખોની સુંદરતામાં લગાવશે ચાર ચાંદ

0
Social Share
  • ઘરે જ બનાવો કાજલ
  • આંખોની સુંદરતામાં લગાવશે ચાર ચાંદ
  • નહીં થાય આંખોને નુકશાન

સુંદર દેખાવ મેળવવામાં આંખોની સુંદરતા મહત્વનો ભાગ ભજવે છે.આંખોને સુંદર બનાવવા માટે લોકો બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.જોકે,આંખો થોડા સમય માટે સુંદર લાગે છે,પરંતુ તેમાં રહેલા રસાયણો તેમને ઘણું નુકસાન પહોંચાડે છે.આટલું જ નહીં આ કેમિકલના કારણે આંખોની આસપાસની ત્વચામાંથી ભેજ પણ ખતમ થવા લાગે છે.નિષ્ણાતોના મતે, તે પ્રોડક્ટ્સને ટાળવા જોઈએ,જેમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.જોકે ઘરે બનાવેલ વસ્તુઓથી પણ આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે..અમે વાત કરી રહ્યા છીએ હોમમેડ કાજલની

ઘરે બનાવેલી કાજલની ખાસિયત એ છે કે,તેની આડઅસર થતી નથી અને તે લાંબા સમય સુધી આંખો પર રહે છે.ખાસ વાત એ છે કે તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે,ઘી અને બદામની મદદથી કાજલ કેવી રીતે ઘરે બનાવી શકાય છે. આ સાથે અમે તમને તેના અન્ય ફાયદાઓ વિશે પણ જણાવીશું.

આ રીતે બનાવો કાજલ

બે થી ત્રણ બદામ લઈ ગેસ પર શેકી લો. આ પછી બદામ કાળી થઈ જશે, પરંતુ તેમાંથી ધુમાડો નીકળતો રહેશે. તે બદામને દીવામાં રાખો અને તેને ઉપરથી નાની પ્લેટ વડે ઢાંકી દો. આ બધી બદામ સાથે આવી રીતે કરો. હવે એક હાર્ડ પેપરની મદદથી પ્લેટ પરની કાળાશ દૂર કરો અને બનાવેલા પાવડરને નાના વાસણમાં જમા કરો. આ પછી, આ પાવડરમાં થોડું ઘી ઉમેરો. જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે તમે ઘરે બનાવેલી કાજલ લગાવી શકો છો.

જાણો તેના ફાયદા 

ડાર્ક સર્કલ– બદામમાંથી બનેલી આ કાજલ આંખનો થાક પણ દૂર કરે છે,હોમમેડ કાજલની મદદથી તે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે અને આંખોની સુંદરતામાં વધારો કરે છે.

નુકસાન નહીં – આ કાજલમાં રસાયણો ન હોવાને કારણે તે આંખોને પણ નુકસાન પહોંચાડશે નહીં.

વિટામીન ઈ– બદામમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે. વિટામીન E આંખોને સાજા કરવા માટે વધુ સારો સ્ત્રોત માનવામાં આવે છે.

એન્ટીબેક્ટેરિયલ– બદામ અને ઘીમાંથી બનેલી આ કાજલમાં પણ ઘણા એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે આંખોને બાહ્ય ઇન્ફેકશનથી મુક્ત રાખવામાં મદદ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code