રેસીપી, 03 જુલાઈ 2026: Tasty Soya Chunk Pulao Recipe જ્યારે ઘરમાં કંઈક હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને ઝટપટ બની જાય તેવું બનાવવું હોય, ત્યારે પુલાવથી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નથી. અહીં લસણ ડુંગળી વગરનો સોયા વડી પુલાવ બનાવ્યો છે, જે ખુબજ ટેસ્ટી બને છે.
લસણ ડુંગળી વગર સોયાવડી પુલાવમાં સોયાબીનની વડીની સાથે લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ બનાવે છે.
લસણ ડુંગળી વગર પુલાવ સોયા વડી પુલાવ રેસીપી
સામગ્રી
3 ચમચી તેલ
1 ચમચી જીરું
આખા મસાલા
2 સૂકા લાલ મરચાં
1 ચમચી કાજુ
2 કાપેલા લીલા મરચાં
2 સમારેલા ટામેટાં
1/4 કપ કઠોળ
1/4 કપ વટાણા
1/4 કપ ગાજર
1/4 કપ બટાકા
1/2 કપ પલાળેલા સોયબીન
1 કપ પલાળેલા બાસમતી ચોખા
1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી જીરું પાવડર
1 ચમચી ડુંગળી વગર લસણ વગર બિરયાની મસાલો
સ્વાદ મુજબ
મીઠું 2 ચમચી ઘી
1 ચમચી કસૂરી મેથી
2 ચમચી કોથમીર
2 કપ પાણી
લસણ ડુંગળી વગર પુલાવ સોયા વડી પુલાવ બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા પ્રેશર કુકરમાં 3 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આખા ગરમ મસાલા અને સૂકા લાલ મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં કાજુ અને લીલા મરચાં ઉમેરીને કાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
હવે તેમાં ટામેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ કઠોળ, વટાણા, ગાજર અને બટાકા ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં પલાળેલા સોયબીન ઉમેરીને 2 મિનિટ માટે સાંતળો.
શાકભાજી સંતળાઈ જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાઉડર, જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને ડુંગળી લસણ વગરનો બિરયાની મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો.
મસાલા મિક્સ થયા પછી, તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો જેથી ચોખાના દાણા તૂટે નહીં. હવે તેમાં પાણી ઉમેરો. ઉપરથી ઘી, કસૂરી મેથી અને લીલી કોથમીર ઉમેરીને બરાબર હલાવી લો.
હવે પાણી સોસાઈ જાય ત્યાં સુધી 15 મિનિટ ચડવા દો. ગેસ બંધ કર્યા પછી 5 મિનિટ કુકર ખોલવું નહીં. તમારો ગરમાગરમ, સુગંધિત સોયા વડી વેજીટેબલ પુલાવ તૈયાર છે.


