1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. પાલકમાંથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ, જાણો રેસીપી
પાલકમાંથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ, જાણો રેસીપી

પાલકમાંથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ, જાણો રેસીપી

0
Social Share

પાલકનું નામ પડતા જ સામાન્ય રીતે આપણને પાલક પનીર, પાલકનું શાક, દાળ પાલક કે આલૂ પાલક યાદ આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પૌષ્ટિક તત્વોથી ભરપૂર પાલકમાંથી શાનદાર સ્નેક્સ પણ તૈયાર કરી શકાય છે? જો તમે સાંજના નાસ્તામાં કે મહેમાનો માટે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો પાલકમાંથી બનતી આ વાનગીઓ બેસ્ટ ઓપ્શન છે. જાણો ઘરે જ આ સ્નેક્સ બનાવવાની સરળ રીત:

  • પાલકના ભજીયા

ચોમાસું હોય કે સાંજની ચા, ગરમાગરમ ભજીપા હંમેશા લોકપ્રિય રહે છે. એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં લીલા મરચાં, મીઠું, હળદર અને થોડી હિંગ નાખી મિશ્રણ તૈયાર કરો. હવે પાલકના પાનને બરાબર ધોઈને ઝીણા સમારી લો અને તેને લોટમાં ભેળવી દો. જરૂર મુજબ થોડું પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ કરી આ ખીરામાંથી નાના-નાના ભજિયા તેલમાં તળી લો. આ ગરમાગરમ પકોડાને ચટણી કે સોસ સાથે સર્વ કરો.

  • પૌષ્ટિક પાલક ટિક્કી

જો તમે ઓછા તેલમાં નાસ્તો બનાવવા માંગતા હોવ તો પાલક ટિક્કી ઉત્તમ છે. તેને બનાવવા માટે સમારેલી પાલકમાં બાફેલા બટાકા, લીલા મરચાં, ધાણાભાજી, મીઠું અને થોડો ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાની ટિક્કીઓ બનાવી તેને તવા પર થોડું તેલ નાખીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  • પાલક કોર્ન સેન્ડવીચ

બાળકોને પાલક ખવડાવવા માટે આ એક સ્માર્ટ રીત છે. એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં સમારેલી પાલક અને મકાઈના દાણા (કોર્ન) સાંતળી લો. તેમાં મીઠું, મરી પાવડર અને અન્ય મસાલા ઉમેરો. હવે બ્રેડ સ્લાઈસ પર આ મિશ્રણ ફેલાવી ઉપર ચીઝ સ્લાઈસ મૂકો. આ સેન્ડવીચને ટોસ્ટર અથવા તવા પર બટર લગાવીને શેકી લો.

  • ક્રિસ્પી પાલક કટલેટ

ચા સાથે ક્રિસ્પી નાસ્તો જોઈતો હોય તો પાલક કટલેટ બેસ્ટ છે. બાફેલા બટાકાને મેશ કરી તેમાં સમારેલી પાલક, આદુ-મરચાંની પેસ્ટ અને મસાલા ભેળવી ટિક્કી જેવો આકાર આપો. આ ટિક્કીને બ્રેડ ક્રમ્સમાં (બ્રેડના ભૂકામાં) રગદોળીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. તેનાથી કટલેટ એકદમ ક્રિસ્પી બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code