1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે જ બનાવો આ ચટપટા ‘દમઆલુ’
રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે જ બનાવો આ ચટપટા ‘દમઆલુ’

રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે જ બનાવો આ ચટપટા ‘દમઆલુ’

0
Social Share

સાહિન મુલતાની –

સામગ્રી

  • તેલ – જરુર પ્રમાણે
  • નાના બટાકા – 10 નંગ
  • દહી – 1 વાટકી
  • ડુંગળી – 1 નંગ
  • તજ પત્તા – 2 નંગ
  • આદુ-લસણની પેસ્ટ – 2 ચમચી
  • લાલ કાશ્મીરી મરચું – 2 ચમચી
  • લીલા ઘાણા – જરુર પ્રમાણે
  • હળદર – અડધી ટમચી
  • ગરમ મસાલો વાટેલો – અડધી ચમચી
  • મીઠૂં – સ્વાદ પ્રમાણે
  • જીરુ – 1 મચમી

દમ આલુ બનાવવાની રીત – સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઈને કુંકરમાં 2 સીટી વગાડીને બાફી લેવા, બટાકા થોડા કાચા રહેવા જોઈએ તદ્દન બફાઈ ન જાય તે ખાસ ધ્યાન રાખવું, હવે 2 સીટી બાદ કૂકરમાંથી બટાકા કાઢીલો, હવે બટાકાની છાલ કાઢીને ઠંડા થવાદો, ત્યાર બાદ ડીપ તેલમાં બટાકાને ફ્રાઈ કરીલો , જેથી થોડા કાચા બટાકા બરાબર પાકી જશે.

હવે એક મિક્સરની જારમાં કાંદાની પેસ્ટ કરી લો,હવે એક કઢાઈમાં 4 ચમચી તેલ ગરમ થવા રાખો, તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ પત્તા, કાંદાની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર સાતળી લો, 2 થી 4 મિનિટ સાંતળો, ત્યાર બાદ આ ગ્રેવીમાં હળદર,મીઠૂં અને લાલ મરચું એડ કરીલો, હવે ફરીથી આ ગ્રેવી 2 મિનિટ સુધી ગેસની ઘીમી ફ્લેમ પર જ થવાદો, ત્યારે બાદ ફ્રાઈ કરેલા બટાકા આ ગ્રેવીમાં છોડીદો, અને ગેસને તદ્દન ઘીમી આંચ પર રાખીને 5 થી 7 મિનિટ ગ્રેવીમાં બટાકાને થવાદો, ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને દહી નાખી તેને તમચા વડે બરાબર મિક્સ કરીને 2 મિનિટ સુધી ગેસ ચાલુવ રાખો, 2 મિનિટ બાદ ગેસ બંધ કરીદો, હવે દમઆલુમાં ઉપરથી લીલા ધાણા એડ કરીને સર્વ કરો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code