1. Home
  2. ગુજરાતી
  3. માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે
માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે

માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે

0
Social Share

અમદાવાદઃ માનવતા હજુ મરી પરવારી નથી. ઘણા લોકો અને ટ્રસ્ટો દ્વારા કોરોનાથી સંક્રમિત બનેલાઓની સેવા કરી રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા અને રીફિલ કરાવવા માટે દિવસ રાત લાઈનો લાગે છે. ત્યારે આ સમયે રાજકોટની સામાન્ય વ્યક્તિથી લઈને વેપારી, ઉદ્યોગપતિએ પોતાની દિલેરી બતાવી છે. લોકોના જીવ બચાવવા પ્રાણવાયુ માટે રાજકોટના દાતાઓએ રૂ.50 લાખનું દાન આપ્યું છે, તો કોઈ સંસ્થાએ ઓક્સિજન બેન્ક ઊભી કરી છે. આ સિવાય દાતાઓ ઓક્સિજન સિલિન્ડર રીફિલિંગનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. કોરોનાની મહામારીમાં એકલા માત્ર રાજકોટે જ રૂ. 2 કરોડના ઓક્સિજન સિલિન્ડરની ખરીદી કરી છે.

રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ટ્રસ્ટ્રને ઓક્સિજન સિલિન્ડર ખરીદ કરવા માટે સંસ્થાની રૂ.40 લાખની એફ.ડી.તોડી છે. તેની સાથે સાથે ઉદ્યોગપતિ તરફથી રૂ.10 લાખનું દાન મળ્યું છે. અત્યાર સુધી રૂ.70 લાખ રૂપિયાના ઓક્સિજન સિલિન્ડર ખરીદ કર્યા છે. હાલ રોજ 200 થી વધુ લોકોને ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કરીએ છીએ. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યુ હતું કે, જેમને કોરોનામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે તેવા સામાન્ય લોકો પણ ડોનેશન આપી રહ્યા છે, તો કોઈ એક સિલિન્ડરનો ખર્ચ ભોગવે છે તો કોઇ બે ચાર સિલિન્ડરનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી રૂ.1.82 કરોડના સિલિન્ડર ખરીદ કર્યા છે અને સંસ્થાને ઓક્સિજન સિલિન્ડર માટે રૂ.40 લાખનું ડોનેશન મળ્યું છે.

જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, કે, ઈમર્જન્સી સમયે લોકોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે સોની વેપારીઓ ભેગા મળીને એક લિટરના ઓક્સિજન સિલિન્ડર લોકોને જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડે છે. જેનો ખર્ચ વેપારીઓ ઉઠાવે છે.ખાદ્યતેલના 200 વેપારીએ રૂ.4 લાખની કિંમતના સિલિન્ડર ખરીદ કરી સંસ્થાઓને આપી દીધા. આ ઉપરાંત હોમ આઈસોલેટેડ દર્દીને હેરાન ન થવું પડે તે માટે લાયન્સ ક્લબે 10 દિવસથી ઓક્સિજન બેન્ક ઊભી કરી છે. જેમાં અત્યાર સુધી 70 ઓક્સિજન સિલિન્ડર રાખ્યા છે. આ સિવાય 5 પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર વસાવ્યા છે. કોઈ ગેર ઉપયોગ ન કરે અને સંગ્રહખોરી ન થાય તે માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ ઓક્સિજન સિલિન્ડર આપવાનો નિયમ બનાવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code