1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ
ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગમાં ક્લાસ વન અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. વન વિભાગના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી 77 નાયબ વન સંરક્ષકની જગ્યાઓ અને આઇએફએસ કેડરની 28 જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર વન સેવાના નાયબ વન સંરક્ષક ચાર્જમાં છે. માત્ર ચાર નાયબ વન સંરક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યાં છે. તે પૈકી આગામી બે મહિનામાં બે ઓફિસરો નિવૃત્ત થવાના છે. બાકીની તમામ જગ્યાઓ પર મદદનીશ વન સંરક્ષકને ચાર્જ આપવામાં આવેલો છે. ત્યારે મહત્વની જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી માગ ઊઠી છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે આઇએફએસ કેડરમાં 28 નાયબ વન સંરક્ષક હોવા જોઇએ પરંતુ તે પૈકીની 50 ટકા જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની બે તૃતિયાંસ જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ ચાર્જમાં હોવાથી વન વિભાગની કામગીરીમાં રૂકાવટ આવે છે. વિશ્વમાં જ્યારે ક્લાયમેટ ચેન્જની વાતો થાય છે અને ગુજરાત સરકારે ક્લાયમેટ ચેન્જનો અલગ વિભાગ બનાવ્યો છે ત્યારે ફોરેસ્ટ વિભાગમાં મહત્વના પદ પર નિયુક્તિમાં વિલંબ થઇ રહ્યો છે. અન્ય વન અધિકારીઓ પર કામનું ભારણ પણ વધી રહ્યું છે. નવા મદદનીશ સંરક્ષકોને ચાર વર્ષ પહેલાં નિયુક્તિ આપવામાં આવી છે પરંતુ આ ઘટ ત્યારે જ પૂરાશે જ્યારે તેમને ચાર વર્ષ પછી પ્રમોશન મળશે. એવી જ રીતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર 104 છે જેમાં 50 ડાયરેક્ટ પ્રમોશન મેળવીને આવેલા છે. 50 ટકા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો નિવૃત્તિના આરે છે. મહત્વની બાબત એવી છે કે રાજ્યમાં બીટગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી તો થાય છે પરંતુ ખાતાકીય પરીક્ષામાં પેપર અને સાહિત્ય અંગ્રેજી ભાષામાં હોવાથી મોટાભાગના ઉમેદવારો પરીક્ષા પાસ કરી શકતા નથી જેના કારણે વિવિધ જગ્યાઓ પર કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code