Site icon Revoi.in

સાંતેજ GIDCમાં ખાખરાની ફેક્ટરીમાં ભીષણ આગ, મોટા દૂર્ઘટના ટળી

Social Share

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં ગત રાત્રે એક મોટી આગની ઘટના સામે આવી હતી. સાંતેજ GIDCમાં ખાખરા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ટીમે આ ઘટનાને મેજર કૉલ (મોટી દુર્ઘટના) તરીકે જાહેર કરી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આ ભીષણ આગ ઉપર આખરે કાબૂ મેળવ્યો હતો. જોકે, દિવાળીના તહેવાર નિમિત્તે ઉત્પાદન ચાલતું હોય તેવી શક્યતા છે, ત્યારે આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.