Homeગુજરાતીઉત્તર ભારતમાં આગામી 3 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગતિ પકડી છે અને સોમવારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના વધુ ભાગોમાં આગળ વધ્યું. આગામી ચાર-પાંચ દિવસમાં તે સમગ્ર ભારતને આવરી લે તેવી શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

સોમવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના વધુ ભાગોમાં આગળ વધ્યું છે. હાલમાં તે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, દક્ષિણ પંજાબ અને દક્ષિણ-પશ્ચિમ હરિયાણા સિવાય દેશના મોટાભાગના ભાગોને આવરી લે છે. આગામી ચાર-પાંચ દિવસમાં તે સમગ્ર ભારતને આવરી લેશે. તેમણે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ વરસાદની સંભાવના છે.

સંબંધિત લેખો

Most Popular