Site icon Revoi.in

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

Social Share

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે-ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ પ્રવર્તી શકે છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમ ભાગોના કેટલાક ભાગો સિવાય, આ મહિને દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.

Exit mobile version