1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી રાજસ્થાનના બાડમેર નજીકથી કરોડોનું હેરોઈન ઝડપાયું
ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી રાજસ્થાનના બાડમેર નજીકથી કરોડોનું હેરોઈન ઝડપાયું

ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી રાજસ્થાનના બાડમેર નજીકથી કરોડોનું હેરોઈન ઝડપાયું

0
Social Share

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન બોર્ડ ઉપર રાજસ્થાનના બાડમેર પાસેથી બીએસએફની ટીમે કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. બોર્ડ સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયર અને સ્થાનિક પોલીસે હાથ ધરેલા અભિયાનમાં 35 કરોડની કિંમતનું હેરોઈન ઝડપાયું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાત અને રાજસ્થાનની પાકિસ્તાન સાથેની 826 કિમી લાંબી બોર્ડર ઉપર સતત પેટ્રોલીંગ કરે છે. જેમાં 85 કિમી દરિયાકાંઠા વિસ્તારનો પણ સમાવેશ થાય છે. બીએસએફના જવાનો પેટ્રોલીંગ કરતા હતા ત્યારે બાડમેરના પંચલા ગામ નજીક સરહદ પાસે ડ્રગ્સનો જથ્થો હોવાની માહિતી મળી હતી. જેથી બીએસએફ, સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની તપાસમાં લગભગ 35 કરોડની કિંમતનું 14 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જેથી સુરક્ષા એજન્સીઓએ તેને જપ્ત કરીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી થોડા સમય પહેલા જ પોલીસ અને અન્ય એજન્સીઓએ માદક દ્રવ્યોનો જથ્થો ઝડપ્યો હતો. દરમિયાન હવે રાજસ્થાનમાં સરહદ પાસેથી હેરોઈનનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code