ચાટ દરેકનો મનપસંદ નાસ્તો હોય છે અને જો તમને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવા ગમે છે, તો તમને પણ “મિની ફ્રેન્ચ ફ્રાઇઝ ચાટ ચોક્કસ જ ભાવશે. આ વાનગીમાં કરકરા આલૂના ફ્રાઇઝને ચાટના તીખાશભર્યા સ્વાદ સાથે તૈયાર કરવામાં આવે છે. મસાલા, દહીં અને ચટણીના સંયોજનથી બનતી આ વાનગી એક અનોખું ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સ્નેક છે, જે સાંજની ચા કે પાર્ટી માટે પરફેક્ટ વિકલ્પ છે.
- સામગ્રી
બટાટા – 3 થી 4 (લાંબા કાપેલા)
કોર્નફ્લોર – 2 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
લાલ મરચું પાઉડર – ½ ચમચી
ચાટ મસાલો – 1 ચમચી
દહીં – ½ કપ (ફેંટેલું)
લીલી ચટણી – 2 ચમચી
આંબલીની ચટણી – 2 ચમચી
ડુંગળી – 1 (બારીક કાપેલી)
ટમેટું – 1 (બારીક કાપેલું)
સેવ – સજાવટ માટે
લીંબુનો રસ – 1 ચમચી
તેલ – તળવા માટે
- બનાવવાની રીત
સૌપ્રથમ કાપેલા બટાટાને ઠંડા પાણીમાં 15-20 મિનિટ માટે ભીંજવી રાખો. ત્યારબાદ પાણી કાઢીને તેમાં કોર્નફ્લોર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો. ગરમ તેલમાં બટાટના ફ્રાઇઝને સુવર્ણ અને કરકરા થાય ત્યાં સુધી તળી લો. એક પ્લેટમાં તળેલા ફ્રાઇઝ મૂકી તેના ઉપર દહીં, લીલી ચટણી અને આંબલીની ચટણી રેડો. ત્યારબાદ કાપેલી ડુંગળી, ટમેટું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. અંતમાં સેવ અને કોમથી વડે ગાર્નિશ કરો. ફ્રાઇઝનો કરકરો સ્વાદ જાળવવા માટે ચાટને તાત્કાલિક સર્વ કરો.આ મિની ફ્રેન્ચ ફ્રાઇઝ ચાટ બાળકો હોય કે મોટા, દરેકની પસંદગીનું સ્વાદિષ્ટ સ્નેક બની જશે.

