1. Home
  2. ગુજરાતી
  3. મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન
મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન

મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન

0
Social Share
  • બીજેપીના સત્તામાં આવ્યાને 9 વર્ષ થશે પુરા
  • ભાજપ તલાવશે વિશેષ જનસંપર્ક અભિયાન
  • અનેક કાર્યક્રમોનું કરાશે આયોજન

દિલ્હીઃ- દેશમાં જ્યારથી બીજેપીની સરકાર બની છે ત્યારથી દેશની દિશા અને દશા સુધરતી અને બદલતી જોવા મળી છે,અનેક યોજનાઓ અને પ્રગતિશીલ કાર્યો થકી દેશને વિશ્વસ્તરે ખઆસ ઓળખ બનાવી છે ,વિશ્વ સાથે ભારત કદમથી કદમ મિલાવતો દેશ બન્યો છે તો સાથે જ ઈર્થવ્યસ્થાની દ્રષ્ટિએ પણ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે હવે મોદી સરકારના સત્તામાં આવ્યા ને 9 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્રારા અત્યારથી જ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ  અનેક યોજનાઓ વિકસાવીને દેશના છેવાડાના ઘર સુધી તેનો લાભ આપ્યો, ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે પીએમ મોદી માત્ર દેશના જ નહી પરંતુ વિદેશના લોકો માટે પણ પ્રેરણા રુપ બન્યા,તેમના કાર્યો થકી આજે વિદેશમાં પણ મોદી સરકારની ચર્ચાઓ છે.

પીએમ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. પીએમ નરેન્દ્ર મોદી 30મી મેના રોજ વિશાળ રેલી સાથે આ સંપર્ક અભિયાનની શરૂઆત કરશે. 31 મેના રોજ પીએમ મોદીની રેલી થશે.

આ રેલીનું આયોજન ચૂંટણી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં કરવામાં આવી શકે છે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. ભાજપનું આ અભિયાન 30મી મેથી 30મી જૂન સુધી એટલે કે આખો મહિનો ચાલશે.

 

આ અવસરને લઈને ખાસ તૈયારીઓ શું છે,જાણો

  • આ વિશાળ અભિયાનની તૈયારી માટે રાજ્ય એકમોને રાજ્ય કાર્ય સમિતિની એક દિવસીય બેઠક બોલાવવા સૂચના આપવામાં આવી છે. આ માટે 16, 17 અને 18 મેના રોજ સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવા સૂચના આપવામાં આવી છે.
  • આ માટે 19, 20 અને 21 મેના રોજ જિલ્લા કક્ષાએ એક દિવસીય કાર્ય સમિતિની બેઠક યોજાશે. ત્યારબાદ 22 અને 23 મેના રોજ વિભાગીય કક્ષાએ સમિતિની બેઠક મળશે, જેમાં તૈયારીઓને આખરી ઓપ અપાશે.
  • આ અભિયાનમાં વિપક્ષના નેતા, પ્રદેશ અધ્યક્ષ અને પક્ષના અન્ય વરિષ્ઠ સભ્યો ભાગ લેશે. રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય પ્રખ્યાત પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે
  • આ સહીત 29 મેના રોજ દેશભરમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, વિપક્ષના નેતા વગેરે રાજ્યોની રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે, તે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વાતચીત કરશે અને સરકારની સિદ્ધિઓ શેર કરશે. આ અભિયાન 30 અને 31 મેના રોજ ચાલશે.
  • 9 વર્ષની સત્તાને સફળતા પૂર્વક પાર કર્યાના આ પ્રસંગે તમામ જિલ્લા, મંડળો, પાવર સેન્ટરો અને બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
  • દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે. 396 લોકસભા સીટો પર જાહેર સભાઓ યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી અથવા પાર્ટીનો રાષ્ટ્રીય પદાધિકારી હોવો ફરજિયાત છે. જેમાં મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહેશે.
  • આ રેલીઓ અને જાહેર સભાઓમાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. દરેક લોકસભામાં 250 ચોક્કસ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2014માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય 2019માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો.ભાજપની  સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે  જેને લઈને બીજેપી સરકાર પોતાના બદબદો કાયમ રાખી શકી છે.પીએમ મોદીએ મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code