1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની લડતમાં વાનરોનું પણ મહત્વનું યોગદાન- IMCRના ડાયરેક્ટરે જણાવી કોવેક્સિનની કહાની
કોરોનાની લડતમાં વાનરોનું પણ મહત્વનું યોગદાન- IMCRના ડાયરેક્ટરે જણાવી કોવેક્સિનની કહાની

કોરોનાની લડતમાં વાનરોનું પણ મહત્વનું યોગદાન- IMCRના ડાયરેક્ટરે જણાવી કોવેક્સિનની કહાની

0
Social Share
  • કોવેક્સિન બનાવવા માટે વાનરોનું મહત્વનું યોગદા
  • આઈએમસીઆરના ડાયરેક્ટરે જણાવી વેક્સિનની કહાનિ

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુાત થઈ હતી છેલ્લા 2 વર્ષ જેટલા સમયગાળઆથી કોરોનાનો માર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની લડતમાં વેક્સિન કારગાર સાબિત થઈ છે, આ વેક્સિન બનાવવા પાછળ અનેક લોકોનું મહત્વનું યોગદાન રહ્યું છે જેમાં વાનરોને પણ તેનો શ્રેય આપવામાં આવ્યો છે.

આઈસીએમઆરના ડિરેક્ટરે જણાવ્યું કે કોરોના રોગચાળાના યુગમાં, જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તે જ સમયે ભૂખથી રડતા 20 મકાઉ વાનરો એ અમારા માટે જીવનરક્ષક તરીકે આવ્યા અને ચેપ સામે લડવા માટે કોવેક્સિનની ‘સંજીવની’ આપી.

જો કે, ભારતીય વૈજ્ઞાનિકો અને આ વાંદરાઓને આ સંજીવની મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ 20 વાંનરો પર કોવેક્સિનનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે તેમના પુસ્તક ‘ગોઇંગ વાઇરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન – ધ ઇનસાઇડ સ્ટોરી’માં આ વાતનો ખુલાસો કર્યો છે.

આ પુસ્તક માત્ર ભારતમાં બનેલી રસીના વિકાસની વાર્તા જ નહીં, પરંતુ વિજ્ઞાનની જટિલતાઓ અને મહામારી સામેના સંઘર્ષ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા સામનો કરવામાં આવેલા પડકારો પણ જણાવે છે. તેમાં પ્રયોગશાળાઓનું મજબૂત નેટવર્ક બનાવવાની સાથે સંશોધન, સારવાર, સેરો સર્વે, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને રસી વિકાસ સંબંધિત પડકારોનો સમાવેશ થાય છે.

આ પુસ્કતકમાં તેમણએ લખ્યું છે કે, “એકવાર અમને ખબર પડી કે રસી નાના પ્રાણીઓમાં એન્ટિબોડીઝ પેદા કરી શકે છે, પછીનું મહત્વનું પગલું એ મોટા પ્રાણીઓ પર તેનું પરીક્ષણ કરવાનું હતું, જેમ કે વાંનરોમાં, જેની શરીરરચના અને મનુષ્યો જેવી જ રોગપ્રતિકારક શક્તિ હોય છે,” તે લખે છે. મકાઉ વાંનરો વિશ્વભરમાં તબીબી સંશોધનમાં ઉપયોગ માટે શ્રેષ્ઠ બિન-માનવ પ્રાઈમેટ માનવામાં આવે છે.આ સંશોધનમાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે વાંનરો ક્યાંથી મેળવવા કારણ કે મકાઉના વાંનરો ભારતમાં જોવા મળતા નથી. આ માટે, NIV સંશોધકોએ સમગ્ર ભારતમાં ઘણા પ્રાણી સંગ્રહાલય અને સંસ્થાઓનો સંપર્ક કર્યો. પરીક્ષણમાં એવા યુવાન વાંદરાઓની જરૂર હતી જેમની રોગપ્રતિકારક શક્તિ સારી હતી.

ડો. ભાર્ગવ કહે છે, ICMR અને NIVની ટીમે મકાઉ વાનરોને શોધવા માટે મહારાષ્ટ્રની લાંબી મુસાફરી કરી હતી. તે દરમિયાન લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તારોમાં ખાણી-પીણીની અછતને કારણે આ વાંદરાઓ ઊંડા જંગલોમાં ચાલ્યા ગયા હતા.

મહારાષ્ટ્રના વન વિભાગે તેમને શોધવા માટે કેટલાય ચોરસ કિલોમીટરના જંગલોની તપાસ કરી. ઘણી જહેમત બાદ આખરે મકાઉના વાંદરાઓ નાગપુરની આસપાસ મળ્યા. મુશ્કેલીઓ અહીં સમાપ્ત થઈ નથી. પ્રી-ક્લિનિકલ રિસર્ચ પહેલાં, આ વાંદરાઓને SARS-CoV-2 થી બચાવવા પણ એક સમસ્યા હતી. આ માટે, તેમની સંભાળ લેતા તમામ પશુચિકિત્સકો અને સફાઈ કામદારોનું સાપ્તાહિક કોરોના ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ રીતે સમગ્ર વેક્સિન સંશોધનમાં વાનરોનું મહત્વ ઘણુ રહ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code