1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં
નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં

નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં

0
Social Share

અમદાવાદઃ જિલ્લાના પક્ષી અભ્યારણ્ય નળ સરોવરમાં આ વખતે અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષીઅભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઑ ડિસેમ્બરથી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે. નળસરોવરએ 120.08 કીમી.ના છીછરા પાણીમાં પથરાયેવલું છે. જે પક્ષીઅભ્યારણ્ય માટે જાણીતું છે. 250થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. ઉપરાંત 72 જાતિની માછલીઓ, 48  જાતની લીલ , 72 જાતિની સુષ્રુપ્ત વનસ્પતિઓ , 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે.આ બધાને નિહાળવા ડીસેમ્બર મહીનાથી જ ખુબ મોટી સંખ્યામાં દુર દુરથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં નજારો જોવા આવે છે.

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય  નળસરોવર ખાતે હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે. આ પક્ષીઓ માટે આવા સ્થળો માત્ર તરસ નથી છીપાવતા. મસ્તી કરતા અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ પણ પક્ષીઓ માણે છે. આ ફ્લેમિંગોને કુદરતી સુઝ પણ હોય છે. એટલે કે પાણી જોઇને ગમે ત્યાં ઉતરી પડતા નથી. તેઓ પાણીનું ચોક્કસ લેવલ અને સુરક્ષાની ખાતરી કરીને જ ઉતરાણ કરે છે. આ પક્ષી અભ્યારણ્યમાં દેશી-વિદેશી પક્ષીઓમાં યાયાવર, ગુલાબીપેણ, લડાખી ઘોમડો, ગજપાઉં, ભગતડું , પાનલવા , હંસ, બતક ,સંતાકુકડીપેણ , કાબીપુચ્છ , સીંગપર , કાળી બગલી , ઘોળી બગલી ,ખલીલી ,સર્પગ્રામ , ગયલો ,સારસ, સીસોટી બતક , કુંજ , નીલ ,જળમુરધો ,ભગવી સુરખાબ , મોટી હંજ , શ્ર્વેતપંપજળ , મત્સ્યોભોજ વગેરે પક્ષીઓ મહેમાન બને છે.

નળ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે 120 ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર 62 કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવર પ્રવાસી યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી પણ મેળવે છે.આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી, તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં ધામા નાખે છે. દૂર ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code