અમદાવાદઃ મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જીલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે.
ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયેલો છે.આ પુલ જેની લંબાઈ 80 મીટર છે. તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદીના કાંઠે (દરેક કાંઠે, એક‑એક) છે.
વડોદરા શહેરની શહેરી દૃશ્યરેખા દ્વારા પસાર થતો આ પુલ વડોદરા જીલ્લા માટે મહત્વપૂર્ણ નિર્માણના ઘટક રૂપે સેવા આપે છે. વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો એક પુલ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના, વડોદરા મહાનગર પાલિકા અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન થકી પૂર્ણ થયું છે.