Homeગુજરાતીદેશ-વિદેશમુંબઈ: વડાપ્રધાન મોદીની રેલી પહેલાં PMOની નકલી ID અને બંદૂક સાથે બે...

મુંબઈ: વડાપ્રધાન મોદીની રેલી પહેલાં PMOની નકલી ID અને બંદૂક સાથે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ

મુંબઈ, 08 સપ્ટેમ્બર 2026: મુંબઈ. મુંબઈમાં વડાપ્રધાન મોદીની રેલી પહેલાં, પોલીસે બીકેસી (BKC) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા શંકાસ્પદ વ્યક્તિઓમાંથી એક પાસેથી વડાપ્રધાન કાર્યાલય (PMO)નું નકલી ઓળખપત્ર મળી આવ્યું હતું, જ્યારે તેના સાથીદાર પાસેથી એક બંદૂક જપ્ત કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો ૨૪ વર્ષીય યુવક વડાપ્રધાન કાર્યાલયનો વરિષ્ઠ અધિકારી હોવાનો દાવો કરીને પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની સાથે અટકાયતમાં લેવાયેલ શંકાસ્પદ વ્યક્તિ (જેની પાસે બંદૂક હતી) તે યુવકની સાથે અંગરક્ષક તરીકે આવ્યો હતો.

મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને વધુ સઘન પૂછપરછ તથા તપાસ કરી રહી છે.

વધુ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 સપ્ટેમ્બરે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પ્રદાન કરશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular