Homerevoinewsપરીક્ષા આપી, હૉલ ટિકિટ ઉપર નિરીક્ષકની સહી- છતાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવ્યોઃ વર્ષોથી...

પરીક્ષા આપી, હૉલ ટિકિટ ઉપર નિરીક્ષકની સહી- છતાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવ્યોઃ વર્ષોથી ન્યાય માટે રઝળપાટ

  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થી જયદીપસિંહ પરમાર છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીથી માંડી ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી રજૂઆત કરી ચૂક્યા છે
  • વકીલ અને કાનૂની કેસની ફી પોષાય તેમ નહીં હોવાથી આ લાચાર વિદ્યાર્થીએ છેવટે થાકીને રિવોઈનો સંપર્ક કર્યો

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 8 સપ્ટેમ્બર, 2026 – Absent Marked Despite Appearing in Exam ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનાર એક વિદ્યાર્થી છેલ્લા કેટલાય વર્ષથી ન્યાય મેળવવા માટે લડી રહ્યા છે પરંતુ નથી યુનિવર્સિટી તેમની વાત સાંભળવા તૈયાર કે નથી ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ ન્યાય અપાવી શકતો.

જયદીપસિંહ પરમાર નામના આ વિદ્યાર્થીએ ડિસેમ્બર 2020 અને જાન્યુઆરી 2021માં એમ.કોમ. સેમિસ્ટર-3ના એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. જોકે પરિણામ આવ્યું ત્યારે તેને બે વિષયમાં ગેરહાજર બતાવી દેવામાં આવ્યા. આ વાતની જાણ થઈ ત્યારે જયદીપસિંહે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો સંપર્ક કર્યો, પરંતુ તેને એવો જવાબ આપવામાં આવ્યો કે રજૂઆત કરવામાં તમે મોડા છો એટલે હવે આમાં કશું ન થઈ શકે.

The student was declared absent despite giving the exam and having the invigilator's signature on the hall ticket: A search for justice for years
પરીક્ષા આપી, હૉલ ટિકિટ ઉપર નિરીક્ષકની સહી છે છતાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવ્યો
રજૂઆત કરવામાં વિલંબ શા માટે થયો?

આ અંગે રિવોઈએ જયદીપસિંહને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, જે સમયે તેમણે પરીક્ષા આપી અને પરિણામ આવવાનું હતું ત્યારે તેમને એમ.કોમ.ના એ પરિણામની ખાસ જરૂર રહી નહોતી એટલે થોડાં વર્ષ સુધી માત્ર ઑનલાઈન માર્કશિટ અપલોડ થવાની રાહ જોયા કરી હતી. જોકે બે-ત્રણ વર્ષ સુધી માર્કશિટ અપલોડ ન થતાં તેમણે યુનિવર્સિટીનો સંપર્ક કર્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, તમે મોડા છો એટલે હવે આમાં કશું ન થઈ શકે.

The student was declared absent despite giving the exam and having the invigilator's signature on the hall ticket: A search for justice for years
પરીક્ષા આપી, હૉલ ટિકિટ ઉપર નિરીક્ષકની સહી છે છતાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવ્યો
યુનિવર્સિટી પાસે કોઈ રેકોર્ડ નથી!

જયદીપસિંહનું કહેવું છે કે યુનિવર્સિટી તરફથી તેમને એમ પણ કહેવામાં આવ્યું કે, હવે કોઈ રેકોર્ડ યુનિવર્સિટી પાસે નથી એ કારણે પણ હવે કશો સુધારો કે ફેરફાર શક્ય નથી!

પરીક્ષા આપી છે, હૉલ ટિકિટ ઉપલબ્ધ છે છતાં…

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આ વિદ્યાર્થીએ જણાવ્યું કે, પોતે 2020 અને 2021ના ડિસેમ્બર – જાન્યુઆરીમાં પરીક્ષા આપી છે. તેમની હાજરીનો પુરાવો હૉલ ટિકિટ ઉપર ખંડનિરીક્ષકની સહી છે. આ મૂળ દસ્તાવેજ પોતાની પાસે છે અને દરેક જગ્યાએ જઈને બતાવ્યા છે છતાં દરેક જણે હાથ ઊંચા કરી દીધા છે.

The student was declared absent despite giving the exam and having the invigilator's signature on the hall ticket: A search for justice for years
The student was declared absent despite giving the exam and having the invigilator’s signature on the hall ticket: A search for justice for years
મારે રિ-એસેસમેન્ટ કે રિચેકિંગ નથી કરાવવાનું

જયદીપસિંહ જણાવે છે કે, યુનિવર્સિટી સમય વિતી ગયાનું બહાનું બતાવે છે પરંતુ એ નિયમ તો રિ-એસેસમેન્ટ કે રિચેકિંગ માટે હોય છે. જ્યારે મારો પ્રશ્ન તદ્દન જૂદો છે. મેં તો પરીક્ષા આપી છે અને છતાં ગેરહાજર બતાવ્યો છે એ ખોટું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે, 2020-2021માં લેવાયેલી એમ.કોમ. સેમ-3ની પરીક્ષાના કોઈ રેકર્ડ જ હવે ઉપલબ્ધ નથી.

The student was declared absent despite giving the exam and having the invigilator's signature on the hall ticket: A search for justice for years
The student was declared absent despite giving the exam and having the invigilator’s signature on the hall ticket: A search for justice for years
ઉચ્ચ શિક્ષણ કમિશનર તરફથી પણ નિરાશા

આ બાબતે વિદ્યાર્થીએ છેવટે વાઈસ ચાન્સેલરને મળવાનો સમય માગ્યો તો ત્યાંથી પણ સંતોષજનક જવાબ ન મળ્યો. ત્યારબાદ ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરી તો ત્યાંથી પણ એવો જ જવાબ આપી દેવામાં આવ્યો કે આ કેસમાં હવે કશું ન થઈ શકે.

રિવોઈને પણ કોઈએ જવાબ ન આપ્યા

વિદ્યાર્થીની સમગ્ર વિગત જાણ્યા પછી યુનિવર્સિટીનો પક્ષ જાણવા માટે રિવોઈ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના પરીક્ષા નિયામક, રજિસ્ટ્રાર તેમજ વાઈસ ચાન્સેલરનો ફોન દ્વારા સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. પરીક્ષા નિયામકે ફોન તો ઉપાડ્યો પણ આ કેસમાં માત્ર રજિસ્ટ્રાર અથવા વાઈસ ચાન્સેલર જવાબ આપશે એમ કહી ફોન મૂકી દીધો.

The student was declared absent despite giving the exam and having the invigilator's signature on the hall ticket: A search for justice for years
પરીક્ષા આપી, હૉલ ટિકિટ ઉપર નિરીક્ષકની સહી છે છતાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવ્યોઃ વર્ષોથી ન્યાય માટે રઝળપાટ

રિવોઈએ ત્રણથી ચાર વખત રજિસ્ટ્રારને ફોન કર્યા પણ તેમણે ઉપાડ્યા નહીં અને કૉલબેક પણ આવ્યો નહીં. એ જ રીતે વાઈસ ચાન્સેલરને પણ ફોન કર્યો અને તેમને વૉઈસ મેસેજ મૂક્યો પણ તેમના તરફથી પણ કૉલબેક આવ્યો નથી.

જયદીપસિંહની વાજબી માગણી માટે ન્યાય મળશે?

પરીક્ષા આપનાર વિદ્યાર્થી માત્ર એટલી માગણી કરી રહ્યા છે કે, માર્કશિટમાં તેમને ગેરહાજર બતાવવાને બદલે યોગ્ય ચકાસણી કરીને, ખંડ નિરીક્ષક પાસે ફરી ખાતરી કરીને અથવા બીજા જે કોઈ પુરાવા ચકાસવા પડે તે ચકાસીને મારી માર્કશિટમાં સુધારો કરી આપવામાં આવે. આટલી સામાન્ય અને વાજબી માગણી માટે તેઓ ત્રણ-ત્રણ વર્ષથી પત્રો અને ઈમેલ અને વૉટ્સએપ દ્વારા રજૂઆતો કરી રહ્યા છે શા માટે અને કયા નિયમ હેઠળ આ સુધારો કરી આપવામાં નથી આવતો તે મોટો પ્રશ્ન છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular