Site icon Revoi.in

નરેન્દ્ર મોદી મંગળવારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી સપ્ટેમ્બરે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્ત લોકોને મહત્તમ મદદ પૂરી પાડશે.

પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આ મુલાકાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આ સ્થિતી અંગે ખૂબ જ ચિંતિત છે અને નજીકથી નજર રાખી રહ્યા છે. સુનીલ જાખરે પુનરોચ્ચાર કર્યો કે ભારત સરકાર પંજાબના લોકોની સાથે મજબૂત રીતે ઉભી છે.

અમારા જલંધર સંવાદદાતા અહેવાલ આપે છે કે અગાઉ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે બે કેન્દ્રીય આંતર-મંત્રી ટીમોની રચના કરવામાં આવી હતી.

Exit mobile version