1. Home
  2. ગુજરાતી
  3. ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’
ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

0
Social Share
  • ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી
  • આ મુલાકાત દરમિયાન ઉર્વશી રૌતેલાએ પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને આપી ખાસ ગિફ્ટ
  • ભેટમાં તેણે પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ ગિફ્ટમાં આપી

નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલની મિત્રતા તો જગજાહેર છે. હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ઇઝરાયલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણીએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉર્વશીએ બેન્જામિન નેતન્યાહુને ‘ભગવદ ગીતા’ ભેટમાં આપી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યુ હતું કે, મને અને મારા પરિવારજનોને આમંત્રિત કરવા બદલ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાનનો આભાર. તેમણે વધુમાં લખ્યું કે, ‘મારી ભગવદ ગીતા: જ્યારે હૃદયમાંથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે આપવામાં આવે અને યોગ્ય સ્થાને ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજું કશી અપેક્ષા નથી હોતી, તો તે ભેટ હરહંમેશ શુદ્વ જ રહે છે.

અભિનેત્રીએ કહ્યું કે, બેઠક દરમિયાન બંનેએ એકબીજાને પોતાના દેશની રાષ્ટ્રભાષા પણ શીખવી હતી. આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા, મિસ યુનિવર્સ 2021ના સંદર્ભમાં તેમની આ ઇઝરાયલ મુલાકાત હતી. તેને આ સૌંદર્ય સ્પર્ધામાં જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code