HomeગુજરાતીBreaking news: બિહારમાં બોયલરમાં પ્રચંડ વિસ્ફોટ, 10નાં મોત, અનેક ઘાયલ

Breaking news: બિહારમાં બોયલરમાં પ્રચંડ વિસ્ફોટ, 10નાં મોત, અનેક ઘાયલ

  • બિહારના મુઝફ્ફરપુરમાં બોયલર ફાટ્યું
  • આ વિસ્ફોટમાં 10 લોકોનાં કરુણ મોત
  • અન્ય અનેક લોકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: બિહારના મુઝફ્ફરપુર માટે રવિવાર કાળ બન્યો હતો. બિહારના મુઝફ્ફરપુરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરની બોઇલર ફાટ્યું હતું જે બાદ 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ ખબર છે.

આ બોઇલર એટલું પ્રચંડ રીતે ફાટ્યું હતું નજીકની ફેક્ટરીઓ પણ વિસ્ફોટથી ધણધણી ઉઠી હતી અને ત્યાં કામ કરતા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. એસપી-ડીએમ સહિત ઘણા ટોચના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને મૃતકાંક વધી શકે તેવી આશંકા છે.

વિસ્ફોટ એ હદે પ્રચંડ હતો કે આસપાસની ધરા પણ ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે અહીંયાના સ્થાનિકોને ભૂકંપના આંચકા જેવો અનુભવ થયો હતો. કેટલાક લોકો તો ઘરની બહાર પણ નીકળી ગયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular