
- ભારતની હવે ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી
- ભારત ચીનની હુવાવે કંપની પર લગાવી શકે છે પ્રતિબંધ
- આ પ્રતિબંધથી ચીનને આર્થિક મોરચે મોટો ફટકો પડશે
નવી દિલ્હી: ભારત હવે ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે.
સુરક્ષાના કારણોસર સરકાર ચીનની કંપની હુવાવેને બેન કરવાનું મન બનાવી ચૂકી છે અને જૂન સુધી આનું એલાન પણ કરવામાં આવી શકે છે. 2 વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે હુવાવે દ્વારા બનાવવામાં આવેલા દૂરસંચાર ઉપકરણોના ઉપયોગથી ભારતીય મોબાઇલ કંપનીને રોકવામાં આવશે. જો એવું થાય છે તો ચીનને આર્થિક મોરચા પર ભારે નુકસાન વેઠવું પડશે.
અધિકારીઓએ જણાવ્યું કે સરકાર સુરક્ષા આશંકા અને ભારતીય નિર્માતાઓના અધિક દૂર સંચાર ઉપકરણ બનાવવાની ઇચ્છાને ધ્યાનમાં રાખી ચીની કંપનીઓને બેન કરવાના મૂડમાં છે. 15 જૂન બાદ મોબાઇલ કેરિયર કંપની ફક્ત સરકાર દ્વારા અનુમોદિત કંપનીઓથી જ કેટલાક નક્કી ઉપકરણો ખરીદી શકશે. એટલું જ નહીં સરકાર તે કંપનીઓનું લિસ્ટ પણ જારી કરી શકે છે જેને ઉપકરણ નથી ખરીદવાના. હુવાવેને પણ આ જ લિસ્ટમાં નાંખવાની શક્યતા છે.
અધિકારીઓની જણાવ્યાનુસાર સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉભુ કરનાર રોકાણ પર પ્રતિબંધ લગાવવો જોઇએ અને આને ધ્યાનમાં રાખીને ચીને કંપનીઓની વિરુદ્વ કડક પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે. ચીનની કંપની ZTE કોપને પણ બેન કરી શકાય છે. જો કે ભારતમાં ઉપસ્થિતિ ઓછી છે. બન્ને કંપનીઓ પર જાસૂસીનો આરોપ છે.
ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા હુવાવે ગિયરનો ઉપયોગ કરે છે. ત્યારે વિશ્લેષકોનું કહેવું છે કે હુવાવે ગિયર પર પ્રતિબંધથી ખર્ચ વધવાની આશંકા બની રહેશે. તેમણે કહ્યું કે ચીની ફર્મના ઉપકરણ અને નેટવર્કના મેન્ટેન્સ અનુબંધ સામાન્ય રીતે એરિક્શન અને નોકિયા જેવા યુરોપીય સ્પર્ધકોની સરખામણીએ સસ્તી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું અમે ચીનથી પણ રોકાણોના પ્રસ્તાવો પર કેટલીક મંજૂરી આપવાની શરુઆત કરી દીધી છે.
(સંકેત)