
- કોરોના સંક્રમણને જોતા ઓરિસ્સા સરકારનો નિર્ણય
- ઓરિસ્સામાં સરકારે 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું
- CM નવીન પટનાયકે 5મે થી 19મે સુધી લોકડાઉન જાહેર કર્યું
ઓરિસ્સા: સમગ્ર દેશમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે અને હવે કોરોનાના વધતા સંક્રમણને જોતા ઓરિસ્સામાં સરકારે 14 દિવસનું લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓરિસ્સામાં CM નવીન પટનાયકે 5મે થી 19મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનો આદેશ કરાયો છે.
આપને જણાવી દઇએ કે, દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના રેકોર્ડ 3,689 દર્દીઓના મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા 2,15,542 થઇ ગઇ છે. જ્યારે 3,92,488 થી વધુ લોકો કોરોના સંક્રમિત થતા કુલ કેસ 1.95 કરોડને પાર થઇ ચૂક્યા છે.
સવારે 8 વાગ્યા સુધીના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના ઍક્ટિવ કેસની સંખ્યા 33 લાખને પાર છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા ગત વર્ષની 7 ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગઈ હતી. જ્યારે 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંકડો પાર થયો હતો. ત્યાર બાદ 28 સપ્ટેમ્બરે 60 લાખ, 29 ઑક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે એક કરોડ અને 19 એપ્રિલે આ કેસ 1.5 કરોડને પાર થઈ ગયા હતાં.
(સંકેત)